સ્વ. ચીમનભાઈના પુત્ર સિધ્ધાર્થે પટેલો સાથે મિટિંગ કરતાં ઉંઝાનું રાજકારણ ગરમાયુ

1209

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ગુજરાતમાં બે ઝટકા મળ્યા છે. ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જેથી આ સીટ પર ખુબ જ વહેલી તકે ચૂંટણી યોજાય તેના અહેવાલ છે. આ બેઠક પરથી આશાબેન પટેલ પોતે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે.

ત્યાં જ બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કોગ્રેસને મજબૂત કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. આ મામલે કોંગ્રેસે નારણ પટેલનો સંપર્ક કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો અનુસાર, કોંગ્રેસના નેતા નારણ પટેલના સંપર્કમાં છે. ત્યાં જ સિદ્ધાર્થ પટેલે ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી છે.

સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે, ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી સિદ્ધાર્થ પટેલ લડી શકે છે. સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે સિદ્ધાર્થ પટેલે બેઠક યોજી હતી.

આ દરમિયાન કૉંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ ઊંઝા ઉમિયા માતાના દર્શનાથે પણ પહોંચ્યા હતાં. લોક સભાની ચૂંટણી પહેલા સિદ્ધાર્થ પટેલ ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. સિદ્ધાર્થ પટેલની ઊંઝા મુલાકાતને પગલે ઊંઝામાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે.

ભૂતકાળમાં સિદ્ધાર્થ પટેલના પિતા સ્વ. ચીમનભાઈ પટેલની ઊંઝા પરંપરાગત બેઠક રહી છે. તમને જણાવી દઇએ કે, સ્વ.ચીમનભાઈ પટેલ ઊંઝા બેઠક જીતી મુખ્યમંત્રી બન્યા હતા.

Previous articleજંગલ છોડવાના આદેશના વિરોધમાં આદિવાસીઓની રેલી, પોલીસ સાથે ખેચતાણ
Next articleસાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો