સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો

1056

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્વામી માધવપ્રિયદાસ પરિણીતાને ભગાડી ગયો હતો. પરિણીતાના પરિવારજનો સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો કર્યો હતો. સાધુના સમર્થકોને મહિલાઓએ ઠપકાર્યા હતા. તેમજ તેમના કોલર પકડીને તેમની સાથે બોલાચાલી કરી હતી.

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના મુખ્યદ્વારે બનેલી આ ઘટનાને લઇને મંદિરે આવતા જતાં લોકોમાં ઉત્તેજના ફેલાઈ હતી. ઘટનાને પગલે થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે કાલુપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલાને શાંત કર્યો હતો.

સમગ્ર મામલો બહાર આવતાં માધવપ્રિયદાસનું નામ ત્યાગીમાંથી કમી કરાયું છે, આ સમગ્ર મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતના સ્વામીને ધ્યાને આવતાં તેમને સંપ્રદાયમાંથી ત્યાગી તરીકે બરતરફ કરવામાં આવ્યા છે. એક સ્વામિનારાયણ મંદિર તરફથી પત્રિકા બહાર પાડી હતી, જેમાં મહંતને એક પ્રકારની ચેતવણી આપવામાં આવી હોવા નો પણ ઉલ્લેખ કરાયો છે. પત્રમાં તાકીદ કરવામાં આવી છે કે, માધવપ્રિયદાસ સાથે સંસ્થાકીય કોઈ લેવડદેવડ કરવી નહીં.

Previous articleસ્વ. ચીમનભાઈના પુત્ર સિધ્ધાર્થે પટેલો સાથે મિટિંગ કરતાં ઉંઝાનું રાજકારણ ગરમાયુ
Next articleઉનાળામાં મોર્નિંગ કોર્ટ કરવા માટે બાર એસોસીએશન દ્વારા માંગણી