ઉનાળામાં પડતી કાળજાળ ગરમીને પગલે ગાંધીનગરમાં ર્મોનિંગ કોર્ટ કરવા અથવા કોર્ટમાં એ.સી કે એર કુલરની વ્યવસ્થા કરવાની માંગણી ઉઠી છે. આ મુદ્દે મંગળવારે ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની (જીડીબીએ) મળેલી મિટિંગમાં વિવિધ માંગણીઓને લઈને ઠરાવ કરાયો છે. ઠરાવની કોપી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ, ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ જજ, જનરલ રજિસ્ટ્રાર, પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ ગાંધીનગરને અપાઈ છે.
શિયાળાની વિદાય નજીક છે અને ઉનાળાની શરૂઆત થવાની શરૂઆત છે. ત્યારે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસો.ની મળેલી બેઠકમાં ઉનાળામાં ગરમીથઈ બચવા માટે કોર્ટ સવારની કરવા અથવા કોર્ટમાં એસી-કુલરની વ્યવસ્થા કરવા ઠરાવ કરાયો હતો. જીડીબીએની મંગળવારે મળેલી મિટિંગમાં પ્રમુખ સમીલ મોદનના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉનાળામાં ગરમીથી બચવા માટેની વ્યવસ્થા સહિતની માંગણીઓ અંગે ઠરાવ કરાયો હતો. જીડીબીએની માંગણી છે કે, કોર્ટના ત્રણ માળના બિલ્ડીંગ ઉનાળાના દિવસો અસહ્ય ગરમીથી જજ, વકીલો, પક્ષકારો તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં લોકોના બિમાર પડી જવાના અને બીપી હાઈ-લો થવાના કિસ્સા બનતા હોય છે. વકીલો માટે પણ મોભાની સુવિધા નથી અને તેઓ પતરાના શેડ નીચે ટેબલ પર બેસે છે. ત્યારે ઉનાળાને લઈને તાકિદે ર્મોનિંગ કોર્ટ કરવાની માંગ જીડીબીએ દ્વારા કરાઈ છે. જો ર્મોનિંગ કોર્ટ કરવી શક્ય ન હોય તો જજોની ચેમ્બરમાં એસી તથા કોર્ટ હાઉસમાં જમ્બો એર કુલરની વ્યવસ્થા કરવાની માંગણી કરાઈ છે. વિવિધ પ્રશ્નોની ચર્ચાને અંતે મિટિંગમાં હાજર રહેલાં સભ્યોએ ર્મોનિંગ કોર્ટ કરવા અથવા એસ-એર કુલરની વ્યવસ્થા થાય તે માટેનો ઠરાવ પસાર કર્યો હતો.