પ્રદુષણને ડામવા કોલસાથી ચાલતાં સિરામિક ઉદ્યોગો બંધ કરાશે

597

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રદુષણ નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકારને ઝાટકણી કાઠવામાં આવી રહી છે. વધી રહેલા પ્રદુષણને કારણે એનજીટીએ કેન્દ્રીય અને રાજ્ય પ્રદુષણ બોર્ડને પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે કડક પગલા લેવાનો આદેશ કર્યો છે. આ આદેશમાં મોરબી અને વાંકાનેરની સિરામિક કંપનીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મોરબી સિરામિક ઉદ્યોગ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મહત્વનો ચુકાદો આપ્યો છે. પ્રદુષણને ડામવા માટે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મહત્વનો નિર્ણય લીધો છે. આ ચુકાદામાં મોરબી-વાંકાનેરમાં સિરામિક ઉદ્યોગો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું કે મોટાભાગીની સિરામિક કંપનીઓ કોલસા આધારિત ગેરીફાયરથી ચાલે છે જેના કારણે વધુ પ્રદુષણ ફેલાય છે.

એનજીટીના ચુકાદામાં કેન્દ્રીય-રાજ્ય પ્રદુષણ બોર્ડને પણ કપડ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રદુષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવે. જો પ્રદુષણ બોર્ડ કાર્યવાહી નહીં કરે તો કમિટીમાં ફરિયાદ કરવામાં આવશે.

Previous articleહાઇકોર્ટે શિક્ષણ મંત્રી ચુડાસમાનો ઉધડો લીધો
Next articleસોલાર પ્રોજેક્ટ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય