લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ સરકારને તકલીફ થાય તેવી વાત સામે આવી છે. દેશમાં બેરોજગારીનો દર ૨૦૧૬ પછી સૌથી રેકોર્ડ હાઈ સપાટીએ દોવા મળ્યો છે. સરકાર પહેલેથી જ ખેતીના ભાવ અને રોજગારી ન આપી શકવાના મુદ્દા પર વિપક્ષના નિશાના પર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓથી આ વાત સામે આવી છે.ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર ૭.૨ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. આ સપ્ટેમ્બર ૨૦૧૬ પછીની રેકોર્ડ હાઈ સપાટી છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં બેરોજગારીનો દર ૫.૯ ટકા જોવા મળ્યો હતો. સીએમઆઈ ખાનગી ક્ષેત્રની એક પ્રતિષ્ઠિત થિંક ટેન્ક છે. તેના આંકડા ઘણાં વિશ્વાસ પાત્ર માનવામા આવે છે. એક અહેવાલ મુજબ સીએમઆઈઈને આ આંકડા સમગ્ર દેશના લાખો પરિવારમાં કરવામાં આવેલા સર્વે આધારિત હોય છે. સીએમઆઈઈના પ્રમુખ મહેશ વ્યાસે એજન્સીને જણાવ્યું કે, નોકરી ઈચ્છતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતા બેરોજગારી દરમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે.
તેમણે કહ્યું છે કે, ફેબ્રુઆરીમાં અંદાજે ૪૦ કરોડ લોકો નોકરી કરતાં હોવાનો અંદાજ છે. જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સંખ્યા ૪૦.૬ કરોડ આસપાસ હતી.
નોંધનીય છે કે, એપ્રિલથી મે મહિના દરમિયાન દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં આ આંકડા મોદી સરકાર માચટે તકલીફ ઉભી કરી શકે તેવા છે. જોકે સરકાર બેરોજગારીના પોતાના સ્તરના આંકડા પણ રજૂ કરતાં હોય છે અને સરકારે વાંરવાર કહ્યું છે કે, બેરોજગારી દર માપવામા જૂના માપદંડમાં ફેરફારની જરૂર છે.
ગયા ડિસેમ્બર મહિનામાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ૨૦૧૭-૧૮માં બેરોજગારીનું સ્તર ૪૫ વર્ષના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે. તે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે એનએસએસસોનો લીક રિપોર્ટ છે.
ઝ્રસ્ૈંઈના જાન્યુઆરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૮માં અંદાજે ૧.૧ કરોડ લોકો બેરોજગાર થઈ ગયા છે. તે માટે ૨૦૧૬માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી અને ૨૦૧૭માં લાગુ કરવામાં આવેલો જીએશટી જવાબદાર છે. સરકારે ગયા મહિને સંસદમાં કહ્યું હતું કે, તેમની પાસે નોટબંધીના કારણે કેટલા લોકોની નોકરી ગઈ તે વિશેના આંકડા નથી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ૨૦૧૭-૧૮માં ભારતમાં બેરોજગારીનો દર ૬.૧ ટકા રહ્યો છે. આ રિપોર્ટ લીક થતાં જ ઘણો વિવાદ થયો હતો અને વિપક્ષને હુમલો કરવાનો મોકો મળ્યો હતો. જોકે એનએસએસઓએ બેરોજગારીના આંકડા જાહેર કર્યા નથી.