આજથી શરૂ થતાં ફાગણમાસના શુકલપક્ષના પખવાડિયાના દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ- અવલોકન

1055

આવતીકાલ તા. ૭-૩-૧૯થી (સવંત ર૦૭પ શાકે ૧૯૪૦ વસંત ઋતુ) પ્રારંભ થઈ રહેલ ફાલ્ગુની માસનો શુકલ પક્ષ તા. ર૧-૩-૧૯ના રોજ પુર્ણિમાને દિવસે પુર્ણ થશે.

આ પખવાડિયામાં તા. ૮ થી રામકૃષ્ણ-જયંતિ, તા. ૯ મુસ્લિમ રજજબ માસનો પ્રારંભ, તા. ૧૦ વિનાયક – ચતુર્થી, તા. ૧૪ હોળાષ્ટકનો પ્રારંભ તથા સુર્ય મીનમાં ક. ર૯-૪૧થી મીનારખ-પ્રારંભ) તા. ૧૭ આમલકી એકાદશી, તા. ૧૧ ગોવિન્દ દ્વાદશી – સોમ પ્રદોષ, તા. ર૦ વ્રતની પુનમ- હુતાશની તથા હોલિકા દહન (ક.ર૧ પછી) વિષુવદિત તથા તા. ર૧ હોળાષ્ટક સમાપ્તિ (ક.૦૭-૧૪), પારસી જમશેદી  તવરોજ મુસ્લિમ હઝરતઅલી જન્મદિન તથા પ્રતિપદાનો ક્ષય છે. લગ્ન સિઝન હવે તા. ૧૪ માર્ચથી વિદાય લેશે. તા. ૧૪ માર્ચથી તા. ૧૪ એપ્રિલ સુધી ગુજરાત -સોરાષ્ટ્ર તથા રાજસ્થાન મારવાડમાં કમુરતામાં માંગલિક કાર્યો ઉપર બ્રેક લાગી જશે. તા. ૮-૯-૧૦-૧૩ આ સિઝનના લગ્ન માટેના શ્રેષ્ઠ દિવસ હોઈને તેમાં સંખ્યાબંધ લગ્ન – પ્રસંગોનું આયોજન થયું છે. તા. ૮ ઉપનયન માટે તા. ૮-૯ વાસ્તુપુજન માટે તથા તા. ૧૩ કળમશ – સ્થાપન માટે શુભ દિવસો છેફ. સામાન્ય દિનશુધ્ધિની દ્રષ્ટિએ પ્રયાણ – મુસાફરી મહત્વની મિટીંગો ખરીદી વેચાણ કોર્ટ કચેરી કે દસ્તાવેજીપ ્‌રકારના મહત્વના નાના મોટા કાર્ય માટે તા. ૮-૧૩ -૧૪ તથા ૧૭ શુભ, તા. ૭-૯-૧૧-૧૬ તથા ૧૮ સામાન્ય (મધ્યમ) તથા તા. ૧૦-૧ર-૧પ તથા ૧૯ અશુભ દિવસો ગણાય.

દર પંદર દિવસે આવતી આ કોલમમાં ગ્રામ્ય જનતા તથા ખેડુત મિત્રો માટે ખેતીવાડી સંબંધિત શુભદ મુહુર્તો વાળા દિવસોની યાદી નિયમીત આપવામાં આવે છે. સારો પાક (ખેતરમાં) લેવા માટે આ મુહુર્તોનો લાભ લેવા સુચન છે. આ પખવાડિયામાં હળ જોડવા માટે તા. ૮-૧૩-૧૭ મરચા, રજકો, જુવાર, ઉનાળુ શાકભાજીની વાવણી માટે તેમજ કંદમુળની માટે જમીન તૈયાર કરવા માટે તા. ૮-૧૩-૧૪-૧૭-૧૮અનાજની કાપણી, લણણી, નિંદામણ માટે તા. ૮-૧૧-૧૪-૧૭-૧૮ માલ વેચવા માટે તા. ૧૧, થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય તથા ભુસો અલગ કરવા માટે તા. ૧૩ માર્ચ શુભ છે. મહત્વની ખરીદી માટે કે ઘર ખેતર-ભુમિની લેવડદેવડ માટે પખવાડિયામાં કોઈ સંતોષકારક મુહુર્ત આવતું નથી.  ગ્રહ ગોચર જોઈએ તો સુર્ય મીનમાં, મંગળ વૃષભમાં, બુધ કુંભમાં, ગુરૂ વૃશ્વિકમાં તથા ધનમં, શુક્ર કુંભમાં, શનિ ધનમાં, રાહુ મિથુન તથા કેતુ ધનમાં ભ્રમણ કરશે. જયારે ચંદ્ર કન્યાથી મીન રાશિ સુધીનું પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. ગુરૂ તા. ર૯થી સ્વગૃહી બનતા જેની કુંડળીમાં ગુરૂ મિથ્ન ધન મેષ કે સિંહ રાશિમાં હશે તેમને જરૂર શુભ સફળદાતા બનશે. ખગોળ રસિકોને તા. ૧૧ ચંદ્ર – મંગળની યુનિ.ના ૧૩ ચંદ્ર રોહિણી યુતિ તા. ૧૯ ચંદ્ર મધાયુતિ આકાશમાં જોવા મળશે.  આ પખવાડીયાનું ગ્રહમાન જોતાં મેષ-મિથુન સિંહ તથા તુલા રાશિ ધરાવતા લોકોમ ાટે શ્રેષ્ઠ ફળદાતા હોઈ તેમને માટે સુખ-સંતોષ પ્રગતિ ધનલાભ તથા મહત્વપુર્ણ કાર્યોની સફળતા માટે નવી નવી તકોનો ઉદ્દભવન સુચવે છે. કુંભ ધન વૃષભ તથા કર્કને માટે આ દિવસો મધ્યમ ફળદાતા હોઈને આર્થિક ચિંતા વ્યર્થ વાદવિદા નાદુરસ્તી દુઃખ તથા વિનાકારણ આક્ષેપોનું વાતાવરણ અનુભવાય. જયારે મીન મકર વૃશ્વિક તથા કન્યા રાશિ ધરાવતા ભાઈ બહેનો માટે આ પ્રતિફળતાજનક દિવસો વ્યગ્રતા આઘાત – પ્રત્યાઘાત આયોજનોમાં ઘર્ષણ – અપયશ, કલેશ નાની નાની બાબતોમાં વિવાદ તથા માનહાનિના અનુભવ કરાવે. પોતાને મુંઝવતી અંગત સમસ્યાઓ માટે વાચક મિત્રો મો. નં. ૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી સમાધાન મેળવી શકશે.

Previous articleપરીક્ષા સમયે યાદ રાખવા જેવી વાત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે