ઘણા એવા લોકો, એવા વાલી કે વિદ્યાર્થી હોય છે તેને ઉપદેશ કે સલાહ ગમતા નથી. પણ આ ઉપદેશ કે સલાહ નથી. પણ યાદ રાખવા જેવી વાત છે.
પરીક્ષા આપવા જતી વખતે રીસીપ્ટ, પેન, કંપાસ બોકસ, રૂમાલ તેમજ પરીક્ષા સમયે જોઈતી ચીજવસ્તુઓ ભુલાઈ જાય નહીં તેની ખાસ કાળજી રાખવી. પરીક્ષા આપવા ભુખ્યા પેટે જેવું નહિ. માનસિક ચિંતાના કારણે ભુખ્યા પેટે જવાથી હાથ-પગા ધ્રુજવા લાગે, મુંઝવણ થાય, બેચેની લાગે, બી.પી. વધી જાય કે ઘટી જાય તો પરીક્ષા આપવા જતા પહેલા હળવો નાસ્તો જરૂરી છે. પરીક્ષાના ટેન્શનથી વિદ્યાર્થીઓ પુરૂ જમી શકતા નથી. પેટમાં દુઃખે, પરસેવો થાય, મુંજારો થાય, માનસિક તાણ અનુભવાય છે.
ઉજાગરા અને ચિંતાને લીધો પાચનશક્તિ મંદ પડે. માનસિક દબાણ વધવાથી બિમાર પડી જવાય. તો માતા-પિતાએ સંતાનનું પરીક્ષા સમયે બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. માતા પિતાએ બહારથી લાવેલ તીખા, તળેલા, મસાલાવાળા નાસ્તો ખાવા આપવા નહિં. તેમજ આગ્રહ કેરીને ખવડાવવું નહિં. પરીક્ષા સમયે માનસિક, શારિરીક સ્વ્સ્થતા હોવી જરૂરી છે.
તા. ૭-૩-૧૯, ગુરૂવારથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. તો બોર્ડની પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓએ દાબેલી, વડા પાઉ, પાણી પુરી, રગડા પેટીસ ખાવા નહિં. તેનાથી ડાયેરીયા, ડીહાઈડ્રેટેશન થઈ જાય છે. તથા સહેલું પેપર હોય, વિદ્યાર્થી હોશિયાર હોય, પુરી તૈયારી કરી હોઈ છતાં પેપર સારી રીતે લખી શકતા નથી. રાતના અતિશય ઉજાગરા કરવા નહિં. તેનાથી તબીયત બગડેડ છે. તો પરીક્ષા પુરી થાય ત્યાં સુધી આરોગ્ય જાળવી રાખવું જરૂરી છે. પરીક્ષા વખતે એકલા ચા-કફોડી પીવાં નહિ. ચા-કોફી સાથે બિસ્કીટ, ટોસ્ટ પોપકોન, ખાખરા લેવા. મન ફાવે ત્યારે ન જમો. તીખા ગાંઠિયા, પાઉ ભાજી, તીખી સેન્ડવીચ ખાવાથી એસીડીટી થાય છે. ખોટા ઓડકા આવે, હાથ-પગમાં, ગળામાં, છાતીમાં બળતરા થાય તેમજ સોસા, ચટણી, તૈયાર નમકીન, ફાસ્ટ ફુડ, પોટેટો ચીપ્સ, મેળ, રગડો, બ્રેડ ટોસ્ટ, પાઉ, આમલી, સાઈ ટ્રીક એસિડ, લસણ, ડુગળી વગેરે ખાવાથી અચાનક બિમાર પડી જવાય છે.
યાદશક્તિ વધારવા રાત્રે કે સવારે ફળ ખવાય તે ફાયદાકારક છે. તીખા તળેલાં નાસ્તા કરતાં ફળ પચવામાં હલકા છે. દરેક માતાએ ખાસ કાળજી રાખવી જોઈએ. ઘરમાં બનાવેલ દુધની મીઠાઈ ખવરાવવી તે પચવામાં સરળ અને શક્તિદાયક છે. ઘરમાં બનાવેલ સાદું ભોજન જ આપવું જોઈએ.
મોટાભાગના વાલીઓ સમજ્યા વિના સંતાનોને જમવા અને ખાસ્તો કરવા દબાણ કરે છે. સંતાનો ખાતા હોય ત્યારે પેપર અંગે ચર્ચા કરશે. વધુ માર્ક લાવવા દબાણ કરશે. બીજા વિદ્યાર્થીઓના દાખલા આપશે. પણ તેવું ન કરતા પરીક્ષા વખતે સંતાનોને પ્રોત્સાહિત કરી આનંદમાં રાખી ખવરાવવું પીવરાવવું જોઈએ. તેનાથી વિદ્યાર્થી નીડર બની ઉત્સાહપુર્વક પરીક્ષા આપી શકે.
ઘણા વાલીઓ સફળના રસ, શેરડીના રસ, જયુસ, મિલ્ક શેઈક બહારથી લાવી ફ્રીઝમાં રાખી મુકે છે. રાતના સંતાનો વાંચવા બેસે ત્યારે આપે છે. તો બહારથી લાવેલ ખાદ્ય પદાર્થ્ પાણીમાં ગરમીના કારણે રોગકારક જીવાણુંનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે ઝાડા ઉલ્ટી, ફુડ પોઈઝનીંગ, કોલેરા, કમળો, ટાઈફોઈડ જેવી બિમારી લાગુ પડે છે. તેનું ધ્યાન રાખવું તેમજ હાલ ગુજરાતમાં સ્વાઈન ફલુનો કાળો કેર હોય વાલી વિદ્યાર્થીએ તાવ, શરદી, ઉધરસ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાલી તેમજ વિદ્યાર્થી માટે જરૂરી છે. પરીક્ષા આપતી વખતે મીઠું + ગ્લુકોઝનું પાણી, લીંબુ શરબત, સંતરા, મોસંબી જયુસ સાથે રાખવું જરૂરી છે. પરીક્ષાના ટેન્શનથી ગ્લુકોઝ સ્તર નીચે ઉતરી જાય તો પરીક્ષા ખંડમાં એકાદ- બે ઘુટડા લેવાથી તાત્કાલિક શર્કરામળી જવાથી માનસિક તાણ ઘટી જાય છે. વિદ્યાર્થી ઉત્સાહ, સ્ફુર્તિપુર્વક પરીક્ષા આપી શકે છે.