જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી ભરતસિંહ એમ વાઘેલાની કાયમી પોસ્ટીંગ થતા ચેતનભાઈ શિયાળ સરપંચ એસો. પ્રમુખ મહિપતભાઈ વરૂ સહિત આગેવાનો દ્વારા આવકાર્યા હતાં.
જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારીની જગ્યાએ આજ સુધી ફરજ બજાવતા ઈન્ચાર્જ ટીડીઓ કે.પી.વાઢેર હતાં. તે બાબતે હિરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળે ગાંધીનગર સુધી જાફરાબાદ તાલુકાને કાયમી ટીડીઓની રજુઆતને પગલે ભાવનગર સ્થિત અને જેસર તાલુકો પણ ઈન્ચાર્જમાં સેવા બજાવેલ તેના અનુ બની અધિકારી જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી ભરતસિંહ એમ. વાઘેલાની કાયમી નિમણુંક થતા તાલુકાના વિકાસ બાબતે સરપંચ એસોસિએશન તાલુકા પ્રમુખ મહિપતભાઈ વરૂ, વિજાણંદભાઈ વાઘેલા, છગનભાઈ મકવાણા ભાજપ મંત્રી સહિત તાલુકાના તમામ સરપંચોએ આવકાર્ય્ છે.