બરવાળા મુકામે સામુહિક આરોગ્ય કેંદ્રની બાજુમાં બોટાદ જિલ્લાનું “સખી” વનસ્ટોપ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ જેમાં કિશોરભાઈ કાતરિયા(દહેજ પ્રતિબંધક અધિકારી- બોટાદ), મોરારીભાઈ હરિયાણી (નિયામક – દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ) કાંતાબેન (ટ્રસ્ટી દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ),બોટાદ ૧૮૧ અભયમનો સ્ટાફ,નારી અદાલતનો સ્ટાફ,આરોગ્ય વિભાગ પી.એચ.સી.,હેલ્થ વર્કર તેમજ બરવાળા “સખી” વન સ્ટોપના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા મુકામે સામુહિક આરોગ્ય કેંદ્રની બાજુમાં “સખી”વન સ્ટોપનું ઉદઘાટન તા.૦૫/૦૩/૨૦૧૯ ના રોજ સવારના ૧૧ઃ૦૦ કલાકે ઉપસ્થિત અધિકારોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી સેન્ટરને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ-ગાંધીનગરના સહયોગથી બોટાદ જિલ્લાનું બરવાળા ખાતે મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે “સખી” વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મહિલા વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.”સખી” વનસ્ટોપ સેન્ટર ખાતે પિડિત મહિલા,યુવતિઓ તેમજ સ્ત્રીઓને કાયદાકિય સહાય,પોલિસ સહાય,તબિબિ સહાય,
શારિરિક હિંસા,જાતિય હિંસા, મહિલાઓનો અનૈતિક વ્યાપાર,૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સામાજિક સમસ્યામાં પારદર્શ,હંગામી ધોરણે આશ્રય તેમજ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તત્કાલિક તબિબિ, કાયદાકિય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એક છત્ર હેઠળ પુરી પાડવાના હેતુ માટે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
બરવાળા ખાતેના “સખી” વનસ્ટોપ સેન્ટરમાં પિડિત મહિલાઓને ૨૪ કલાક તમામ પ્રકારની સેવાઓ વિનામુલ્યે પુરી પડવામાં આવશે.