શેહરના ખેડુતવાસ મેલડીમાતાના મંદિર પાસે કંકુબેન વાજાના મકાનમાં ચાલતા જુગાર ધામ ઉપર ગઈકાલે પોલીસે દરોડો પાડીને ૬.પ૭ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધેલ અને મુખ્ય ત્રણ સહિત ૧૦ થી ૧૧ શખ્સો નાસી છુટયા હોય તેનો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ જેમાં એલસીબી પી.આઈ. પરમારને ખાનગી બાતમી મળતા જુગારધામના મુખ્ય આરોપીઓ નરેશ હિંમતભાઈ શિયાળ, રવજી ફાફાભાઈ દવે, અજય રવજીભાઈ દવેને નવાબંદર સાંઢીડા પુલ પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. આ કામગીરીમાં પી.આઈ. પરમાર, પીએેસઆઈ બાર, તથા એલસીબી સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, રાજયપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા, ચિંતનભાઈ મકવાણા, શક્તિસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ સરવૈયા, વિઠ્ઠલભાઈ બારૈયા સહિત જોડાયા હતાં.