શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લાનાં શિહોરના ટાઉનહોલ ખાતે સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓના વિભાગ દ્વારા વિવેકાનંદ યુવા સંમેલન યોજાયુ હતુ.
આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી વિભાવરીબેન દવે એ જણાવ્યું હતું કે આપણો દેશ યુવાઓનો દેશ છે યુવાનોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે આપણે ભાવનગર ગ્રામ્ય, શિહોર,વલ્લભીપુર, ઉમરાળા તાલુકાનાં વિવેકાનંદ યુવા મંડળોને ૩૦૦ કીટ ક્રીકેટની અને ૩૦૦ કીટ વોલીબોલની આપી અને તેનાથી યુવાનોમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો તેમની રમતગમત ક્ષેત્રે પ્રતિભા ખીલે તેવો નિષ્ઠાપુર્વકનો પ્રયત્ન કરેલ છે તેમ જણાવી વધુમાં ઉમેર્યુ હતું કે આપણા દેશની સેના આતંકવાદીઓને વીણી વીણીને સફાયો કરવા પ્રતિબદ્ધ છે આતંકવાદીઓના આકાઓને પણ કડક રીતે પાઠ ભણાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાને છુટ્ટૉ દોર આપ્યો છે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે વિવેકાનંદ યુવક મંડળના યુવાનોને ક્રીકેટ અને વોલીબોલની કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી અનીલભાઈ, જિલ્લાના આગેવાન માસાભાઈ ડાંગર, નંદીનીબેન ભટ્ટ, સંગઠનના મહામંત્રી ઉમેશભાઈ મકવાણા, યુવા સંગઠનના નરેશભાઈ સોલંકી, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી,મામલતદાર નીનામા, નગરપાલિકાના પ્રમુખ દીપ્તીબેન ત્રિવેદી,શિહોરના અગ્રણી શંકરમલ, ઉમરાળાના અગ્રણી પ્રતાપભાઈ, વિવેકાનંદ યુવક મંડળના યુવાનો, આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.