સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે ભાવનગર ખાતે પૂ. જીજ્ઞેશ દાદા (રાધે રાધે) કેરીયાચાડવાળાની ભાગવત સપતાહ તથા મહા વિષ્ણુયાગનું આયોજન કરાયું છે. આ કથાનો પ્રાંરભ અનાજ તા. ૭ને ગુરૂવારથી થનાર છે. આજે સવારે રામચંદ્રદાસજી મહારાજની જગ્યા તપસીબાપુની વાડી, ગુલિસ્તા ગ્રાઉન્ડથી સવારે ૮-૧પ કલાકે ભવ્ય પોથીયાત્રા નિકળશે. જેમાં મહારાષ્ટ્રનું વિશેષ આવિષ્કાર બેન્ડ ઉપરાંત વિવિધ ફલોટ તથા ભાવનગરની વિવિધ સત્સંગ મંડળોની ભજન મંડળી તથા ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકો વિશેષ ભાતીગળ પોષાકમાં જોડાશે. આ પોથીયાત્રા જવાહ રમેદાન ખાતે ઉભા કરાયેલા વિશાળ વૃંદાવનધામ ખાતે યજમાન ચોહલા પરિવારના મણીબેન સંતોષભાઈ ચોહલા, કંકુબેન પાંચાભાઈ ચોહલા તથા સાધુ-મહંતોના હસ્તે દીપ પ્રાગટાવી કથારંભ કરાશે. તા. ૧૩મી સુધી ચાલનારી આ કથામાં દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાશે જયારે શ્રોતાજનો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ રખાઈ છે. દરરોજ મહાવિષ્ણુયાગનું પણ આયોજન કરાયું છે. કથા સમય સવારે ૯ થી ૧ દરમ્યાન છે.