ફિલ્મ પદ્માવતમાં કામ કર્યા બાદ હવે ખુબસુરત અદિતી રાવ હૈદરી વધુ હિન્દી ફિલ્મ કરવા માટે ઉત્સુક બનેલી છે. જો કે તેની પાસે અપેક્ષા મુજબની ફિલ્મો આવી રહી નથી. હિન્દી ફિલ્મો અપેક્ષા મુજબ ન મળતા તે હવે દક્ષિણ ભારતની ફિલ્મમાં નજરે પડનાર છે. તે સાયકો નામની સાયકોલોજિકલ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ આવી રહી છે. જો કે આ અંગે કોઇ જાહેરાત કરવામા ંઆવી રહી નથી. તે ફિલ્મોમાં ટકી રહેવા માટે ઉત્સુક છે. પદ્માવત ફિલ્મમાં તે અલાઉદીન ખિલજીની પત્નિના રોલમાં નજરે પડી હતી. તે મહેરુનિસાના રોલમાં નજરે પડી હતી. વર્ષ ૨૦૧૮માં તેના કરતા વઘારે સારી અપેક્ષા રાખી ન હતી. કારણ કે તે પહેલા માનતી હતી કે પદ્માવત ફિલ્મમાં તેની પાસે કરવા જેવુ કઇ નથી. પરંતુ હવે ફિલ્મમાં તેની પ્રશંસા થઇ ચુકી છે, જેથી ઉત્સાહ વધી ગયો છે. રણવીર અને દિપિકા અભિનિત ફિલ્મ સંજય લીલાની સફળ સાબિત થઇ હતી. હવે તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા જઇ રહી છે. દક્ષિણ ભારતની ફિમોમાં કામ કરવા અને આત્મવિશ્વાસ જગાવવા માટે ભાષા પર ધ્યાન આપી રહી છે.અદિતી રાવ બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની પણ આશાસ્પદ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. પોતાની ભૂમિકાને ખુબ જ કુશળતા સાથે અદા કરવા માટે તે જાણીતી રહી છે. જો કે બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધામાં ટકી રહેવામાં તે સફળ સાબિત થઇ રહી નથી. જો કે તે ફિલ્મમાં આડેધડ રોલ કરીને તેની પ્રતિષ્ઠાને ખરડી નાંખવા માટે ઇચ્છુક નથી. આ કારણસર તે ફિલ્મમાં ઓછી દેખાઇ રહી છે.