મલાઇકા- અર્જુનના સંબંધને લઇને સોનમ હાલ ખુશ નથી

637

અર્જુન કપુર અને મલાઇકા અરોરા વચ્ચેના વધતા જતા સંબંધોને લઇને સોનમ કપુર હાલમાં નાખુશ દેખાઇ રહી છે. આના માટેના કેટલાક કારણો રહેલા છે. જે પૈકી એક કારણ એ છે કે એક વખતે પાર્ટીમાં મલાઇકા અરોરા વધારે પડતા નશામાં થઇ ગઇ હતી. ત્યારે સોનમ કપુરે તેની મદદ કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે મલાઇકાએ તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ. સોનમ કપુરે તેની મદદ કરવા માટે કહ્યુ ત્યારે તેનાથી દુર રહેવા માટે સોનમ કપુરને મલાઇકાએ કહી દીધુ હતુ. જેથી તે મલાઇકાથી હજુ સુધી નારાજ છે. અર્જુન કપુરની સાથે મલાઇકાના સંબંધને લઇને પણ તે નાખુશ છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તે આ સંબંધને લઇને બિલકુલ ખુશ નથી. જો કે તેમના નવેસરના જે ફોટો આવી રહ્યા છે તેનાથી તો લાગે છે કે મલાઇકા અને અર્જુન કપુર વચ્ચે મિત્રતા વધુને વધુ મજબુત બની રહી છે. તેમના લગ્નને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.   સોશિયલ મિડિયા પર એક ફોટો સપાટી પર આવ્યો છે. જે આકાશ અંબાણીને ત્યાં થયેલી પાર્ટીનો છે. જેમાં સોનમ કપુર, અર્જુનની સાથે મલાઇકા પણ નજરે પડે છે. રિયા કપુર પણ નજરે પડે છ. તમામ લોકો ખુબ ખુશ નજર પડી રહ્યા છે. આ ફોટોમાં મલાઇકા અરોરા કપુર બહેનોની સાથે નજરે પડે છે. જેને જોઇને માની શકાય છે કે તમામ લોકોમાં કોઇ નારાજગી નથી.

હાલમાં અર્જુન કપુર અને મલાઇકાના સંબંધોની બોલિવુડમાં ભારે ચર્ચા છે. એમ માનવામાં આવે છે કે ટુંક સમયમાં બંન લગ્ન કરી લેનાર છે. અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખ્રિસ્તી રિવાઝથી લગ્ન કરી શકે છે. જો ક આને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. મલાઇકા અરોરા તેના પતિ અન અભિનતા અરબાજ ખાન સાથે છુટાછડા લઇ ચુકી છે. બોલિવુડમાં સૌથી સેક્સી અને સ્લીમ બોડી ધરાવનાર સ્ટાર પૈકી અક તરીકે મલાઇકાને ગણવામાં આવ છે.

Previous articleઆજથી ધોરણ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
Next articleઅદિતી હવે સાયકો નામની તમિળ થ્રીલર ફિલ્મમાં હશે