ઇંગ્લેન્ડ સામે ભારતની સતત ત્રીજી હાર, ગુમાવી ટી-૨૦ સિરીઝ

641

ભારતીય મહિલા ટીમને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી૨૦ સિરીઝમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે ૭ માર્ચે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં ભારતને પાંચ વિકેટથી હરાવ્યું છે. આ ટી૨ સિરીઝમાં એની સતત બીજી અને ભઆરતની વિરૂદ્ધ ત્રીજી જીત છે. મેહમાન ટીમે આ જીત સાથે જ ટી૨ સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે એને વન-ડે સિરીઝમાં ૨-૧થી હરાવી હતી. વન ડે સિરીઝની છેલ્લી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી.  ગૌહાટીમાં રમાયેલી બીજી ટી૨૦ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું હતું. ભારતની ટીમ નિર્ધારીત ૨૦ ઓવરમાં આઠ વિકેટ પર માત્ર ૧૧૧ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી મિતાલી રાજએ સૌથી વધારે ૨૦ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે આ સરળ લક્ષ્યને ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. ડેનિયલ વોટની પસંદગી પ્લેયર ઓફ ધ મેચ તરીકે કરવામાં આવી હતી. તેણે ૬૪ રનની નોટઆઉટ ઇનિંગ રમી છે. આ ટી૨૦ સિરીઝની છેલ્લી અને અંતિમ મેચ ૯ માર્ચે રમવામાં આવશે.   સ્કોરનો સામનો કરતા બીજી ઈનિંગમાં ઈગ્લેન્ડે ૧૯.૧ ઓવરમાં જ ૧૪૪ રન બનાવી મેચ જીતી લીધી હતી. ઈગ્લેન્ડની ઓપનર ડેનિયલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ૫૫ બોલમાં અણનમ ૬૪ રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં ૬ સિક્સર લગાવી હતી. તેને પ્લે ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેના સિવાય લોરેન વિનફિલ્ડે ૨૩ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ વતી વોટ અને વિનફિલ્ટ સિવાય અન્ય કોઈ મહિલા ખેલાડી બે આંકડાના રન કરી શકી નહોતી. ભારત તરફથી એકતા બિસ્તે ૨૩ રન આપીને ૨ વિકેટ લીધી હતી. આ સિવાય દીપ્તિ શર્મા, રાધા યાદવ અને પૂનમ યાદવે ઇંગ્લેન્ડની એક – એક વિકેટ લીધી હતી.

Previous articleવિશ્વ કપ ટીમમાં ધોનીનું હોવુ મહત્વપૂર્ણ, ૫મા ક્રમે કરે બેટિંગઃ રૈના
Next articleભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી વન-ડે