સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો આરંભ થયો છે. દર વર્ષની જેમ આજે પણ ગાંધીનગરના સેકટર-૨૩ની સ્વામિનારાયણ હાઇસ્કૂલ માં વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.રાજ્યના શિક્ષણ મંત્રીએ ખૂબ જ શાંતમને અને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા રાખી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જણાવ્યું હતું.
આજે રાજ્યમાં ૧૮ લાખ ૫૦ હજારજેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ગાંધીનગર જિલ્લામાં ૫૪ હજારજેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી મતી વિભાવરીબેન દવે ઘોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનેમોબાઇલ પર એસએમએસ કરીને પણ શુભેચ્છાઓ પાઠવી છે.
સ્વામિનારાયણ હાઇસ્કુલ ખાતે વિઘાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ, કોર્પોરટર ઘીરૂભાઇ ડોડિયા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઇ મહેતા, ગાંધીનગર જિલ્લા શિક્ષણાઘિકારી ર્ડા ભરતભાઇ વઢેર, શાસ્ત્રી રામકૃષ્ણ સ્વામીજી, શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસ સ્વામી, શાળાના આચાર્ય મયંકભાઇ પટેલ, હરિ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કુલના ડાયરેકટર ઉમંગ વાછાની સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં.