નરોડા પાટીયા કેસના આરોપી બાબુ બજરંગીએ સ્વાસ્થ્ય નબળું હોવાના કારણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે સુપ્રીમ કોર્ટે મંજૂર કરી છે. બાબુ બજરંગીની અરજી બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે મેડીકલ રિપોર્ટ માગ્યો હતો.
નરોડા પાટીયા હત્યાકાંડ કેસમાં ૨૧ વર્ષની જેલની સજા ભોગવી રહેલાં બાબુ બજરંગીનું સ્વાસ્થ્ય નબળું હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. જેના આધારે સુપ્રીમે બાબુ બજરંગીના જામીન મંજૂર રાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બાબુ બજરંગી દ્વષ્ટી, શ્રવણશક્તિ ઉપરાંત હ્રદયરોગ સહિતની બીમારીઓનો સામનો કરી રહ્યો છે.
અગાઉ ૨૦૧૪માં આંખની સારવાર માટે હાઇકોર્ટે બાબુ બજરંગીને હંગામી જામીન આપ્યા હતા. તેણે આંખની સારવાર માટે જામીન અરજી કરી હતી. આ પહેલાં પણ ગુજરાત હાઇકોર્ટે પિતાની સારવાર માટે બાબુ બજરંગીને ૧૦ દિવસના જામીન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નરોડા પાટીયા હત્યાકાંડમાં અગાઉ બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ તેની સજા ઘટાડીને ૨૧ વર્ષ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બાબુ બજરંગી સહિત ૩ લોકોને ષડયંત્રકારી ગણાવ્યા હતા.