‘પૂરાવા માટે કોંગી નેતાઓને પ્લેન સાથે બાંધી પાક. મોકલો’

539

પુલવામા હુમલા બાદ આર્મી દ્વારા પાકિસ્તાનમાં સ્થિતિ આતંકીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી નજીક છે.

આ ઘટનાની રાજનીતિ થવાનું સ્વાભાવિક છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સફળ એર સ્ટ્રાઇકનો દાવો કરી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ તથા વિપક્ષ દ્વારા એર સ્ટ્રાઇકના પૂરાવાની દેખાડવાની માગ કરવામાં આવી રહી છે.

ત્યારે આ અંગે વિપક્ષનો ઉધળો લેતા ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય ગણપત વસાવાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓને વિમાનમાં બાંધી પાકિસ્તાનમાં જ્યાં સેનાએ એરસ્ટ્રાઇક કરી હતી ત્યાં મોકલવા જોઇએ. વધુમાં વસાવાએ કહ્યું કે પાકિસ્તાન મોકલ્યા બાદ પૂરાવાનું શૂટિંગ કરીને પાછા ભારત આવે તો ઠીક નહીં તો વચ્ચે જે પડી ગયા તો પડી ગયા. આમ વસાવાએ મજાક કરી કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. ગુજરાત ભાજપના નેતા અને રાજયના આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ મંત્રી તરીકેના હવાલો સંભાળતાં ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવાએ વધુમાં જણાવ્યું કે આપણી આર્મી આતંકવાદીઓનો ખાતમો કરી રહી છે, અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એર સ્ટ્રાઇકને લઇને રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા જ અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટે એર સ્ટ્રાઇક કરવામાં આવી તે સ્થળની સેટેલાઇટ તસવીરો જાહેર કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે એર સ્ટ્રાઇક કરવામાં આવી નથી.

Previous articleરાજયના લાખો પેન્શનરો ગમે ત્યાંથી પેન્શન લઈ શકશે
Next articleપાટણ યુનિ. વિવાદ : કિરીટ પટેલની ઓફીસ બહાર ભાજપના આગેવાનો દ્વારા હુમલો