પાટણમાં કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલની ઓફિસ બહાર તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે ઝપાઝપી થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનામાં કિરીટ પટેલે ભાજપના આગેવાનો પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપના આગેવાનો દ્વારા મારી ઓફિસ બહાર કાર્યકરો સાથે ઝપાઝપી કરવામાં આવી છે.
આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, પાટણ યુનિ.નો વિવાદ આ હુમલા માટે જવાબદાર હોઇ શકે છે. આ ઘટનામાં ઇસી મેમ્બર શૈલેષ પટેલ અને મનોજ પટેલે ઉગ્ર બોલાચાલી કરતા મામલો બિચક્યો છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ભડકો જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઇએ કે, પાટણના કુલપતિપદેથી ડો. પ્રજાપતિને હટાવવા કોંગ્રેસના ધારાસભ્ય પ્રો.કિરીટ પટેલે છ મહિનાથી આંદોલન શરૃ કર્યું હતું, તે સમયે ઊંઝાના ધારાસભ્ય અને પાટણથી ભાજપમાં એન્ટ્રી લેનારા ડો.આશા પટેલે પણ તેમાં સૂર પુરાવ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિર્વિસટીમાં સાથે સેનેટ રહેલા આ બંને નેતાઓનું મિશન સરકારે પાર પાડયું છે.