એક્ષ્પોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશન સર્ટીફીકેટ કોર્સની પ્રથમ બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

661
gandhi28122017-3.jpg

ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) કોલેજ દ્વારા ધો.૧૨ ઉતીર્ણ વિદ્યાર્થીઓ માટે સર્ટીફીકેટ કોર્સ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં બીબીએ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી. ત્યારબાદ તેઓનું પ્રેક્ટીકલ તેમજ થીયરી બાબતનું પરીક્ષા લઇ મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં ઉતીર્ણ થયા બાદ તેઓના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યુનીવર્સીટીના ડાયરેક્ટર પ્રો. ડી. ટી. કાપડિયા સાહેબની અધ્યક્ષતામાં આયોજિત થયો હતો. 
યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલ સાહેબ દ્વારા તમામ ઉતીર્ણ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામના સંદેશ પાઠવવા માં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સર્ટીફીકેટ કોર્સના સંયોજક ડો.જયેશ તન્ના સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ કોર્સની તેમજ પરીક્ષા પદ્ધતિ બાબતે માહિતગાર કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ માટે અદાણી પોર્ટ મુન્દ્રાની મુલાકાતે લઇ જવા બાબતની માહિતી મહેમાનોને આપી હતી. ત્યારબાદ કોલેજના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ દ્વારા મુખ્ય અતિથી સહીત સૌને આવકારવા માં આવ્યા  હતા. તેમણે કોર્સ શરુ કર્યા બાદના અનુભવની વિગતવાર માહિતી આપી હતી. 
આ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓ પ્રથમ કોર્સ બાદ બીજા કોર્સમાં જોડાવા માટે પણ ઉત્સુખ છે. જે બાબત કોર્સની સફળતા તરફ નિર્દેશ કરેછે. આગામી સમયમાં એવિયેશન, વ્રીટન-મેનેજમેન્ટ, માર્કેટિંગ જેવા વિષય પર કોર્સ શરુ કરવામાં આવશે. 
વધુમાં તેઓએ જણાવ્યું હતુંકે નવી બેચની શરૂઆત પહેલા કોર્સના માળખામાં તેમજ કોર્સ માં પણ એક્સપર્ટ લોકો સાથે ચર્ચા કરી જરૂરી ફેરફાર કરી વિદ્યાર્થીઓ માટે બેસ્ટ “ગુલદસ્તા” સમાન કોર્સ તૈયાર કરવામાં આવશે.
કાપડિયા સાહેબ દ્વારા કોલેજને સાંપ્રત સમયની માંગ મુજબનો સર્ટીફીકેટ કોર્સ શરુ કરવા બદલ તેમજ તેને યોગ્ય મુલ્યો પર યથાર્થ ઠેરવી પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ યુનીવર્સીટી વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં ફક્ત ડીગ્રી-સર્ટીફીકેટ નહિ પણ વિવિધ સર્ટીફીકેટકોર્સ, વર્કશોપ, સેમીનાર, ઇન્ટર્નશીપ થી તૈયાર કરવા પર વિશેષ ભાર મુકે છે. તેમજ આપણી યુનીવર્સીટી માં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ ને કેન્દ્ર માં રાખી વિવિધ કાર્યક્રમ થાય છે. અને વિદ્યાર્થીને ભગવાન સ્વરૂપ માની ભગવાનને શ્રેષ્ઠ અર્પણ થાય તેમાં કોઈ કચાશ ન રાખી શકાય. તે રીતે કાર્ય કરવાની શીખ આપી હતી. અને આ રીતે વિદ્યાર્થી તૈયાર થશે. તો જ કોલેજ, સંસ્થા યુનીવર્સીટી, રાજ્ય અને દેશનું ભલું થશે. તેમજ તમામ વિદ્યાર્થીઓ આ કોર્સમાં આવરી લેવામાં આવતા મુદ્દાઓની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી તેમના વ્યવસાયિક જીવનમાં તેનો ઉપયોગ કરે. 
વધુમાં તેઓએ એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશનની મહત્તા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.આ કોર્સમાં તાલીમ આપવા આવનાર તજજ્ઞ લોકોનો વિદ્યાર્થી ઓ મહત્તમ લાભ ઉઠાવ્યો તે બાબતે આનદની લાગણી વ્યક્ત કરી હતી. 
સમગ્ર કોર્સ દરમ્યાન એક્સપર્ટ તરીકે આવતા વેદાંત માંકડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સફળતા બદલ અભિનદન પાઠવ્યા હતા. તેમજ જીવનમાં ત્રણ ડબ્લ્યુ વ્હોટ, વ્હેર અને વ્હાય ને ધ્યાન માં રાખી સફળતા માટે સખત પરિશ્રમ કરવા જણાવ્યું હતું.

Previous articleશપથવિધિ પહેલાં દુર્ઘટના : ડોમ ઉપરથી પટકતાં ૧નું મોત, ૨ ગંભીર
Next articleકોંગ્રેસ દ્વારા ડૉ. સી. જે. ચાવડાનો સત્કાર સમારંભ