રાણપુરમાં પ્રમુખસ્વામી માર્ગની દયનીય સ્થિતિ રસ્તાઓ તુટેલા, લાઈન લીકેજથી લોકો પરેશાન

561

૨૩૦૦૦ આસપાસ વસ્તી ધરાવતુ રાણપુર શહેર જ્યા વિકાસના નામે કાગડા ઉડે છે રાણપુર નો એક પણ જાહેર માર્ગ ઉપર રોડ નુ નામ નિશાન નથી મહત્વના માર્ગો ઉપર ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન છે.રાણપુર પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધીના માર્ગનુ નામ પરમ પુજ્ય પ્રમુખસ્વામી માર્ગ આપવામાં આવ્યુ છે બી.એ.પી.એસ.મંદીર પાસે આવેલી પાણીની ટાંકીનુ નામ પ્રમુખજલધારા આપવામાં આવ્યુ છે આ માર્ગ ઉપર બેન્ક,રાણપુર ની કોર્ટ, બીએપીએસ સ્વામિનારાયણ મંદીર, મામલતદાર કચેરી, પી.જ.વી.સી.એલ.ની પેટા વિભાગ કચેરી, પ્રખ્યાત ટેક્ષપીન બેરીંગ્સ કંપની જેમાં ૨૦૦૦(બે હજાર)કામદારો રોજીરોટી મેળવી રહ્યા છે અને રેલ્વે સ્ટેશને જવા માટે આ એકમાત્ર રસ્તો છે દરોજ હજારો મુસાફરો આવન-જાવન કરે છે પાણીની ટાંકી પાસે  રોડ ઉપર છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સતત પાણી લીકેજ છે જેના લીધે આ રસ્તાની દુર્દશા થઈ છે આ લીકેજ પાણી ૧૦૦ મીટર ના વિસ્તાર માં ફેલાય છે મોટા ખાડા પાણી થી ભરાઈ જાય છે કોઈપણ માણસ ચાલતા જતો હોય વાહન નિકળે એટલે ખરાબ પાણીના છાંડા ઉડે છે જેના લીધે અનેક વખત બોલાચાલી થઈ છે અનેક વખત રાણપુર ગ્રામ પંચાયતમાં રજુઆતો કરવામાં આવી છે પણ પરીણામ કોઈ આવ્યુ નહી અને એની એજ સ્થિતી રહી વારંવાર રજુઆતો કરવા છતા પણ પરીસ્થીતી માં કોઈ સુધારો નહી થતા આખરે રાણપુરના તમામ પ્રશ્ને ચિંતીત જાગૃત નાગરીક તથા સામાજીક આગેવાન વિપુલ લુહાર દ્વારા આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, ગ્રામ પંચાયતના એન્જીન્યર બાબુભાઈ ભોજવીયા સહીત રાણપુર ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓને જે જગ્યાએ પાણી લીકેજ છે તે જગ્યાએ બોલાવી તાત્કાલિક લીકેજ પાણી બંધ કરવાની રજુઆત કરવામાં આવી હતી.

Previous articleરાજુલા ખાતે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મો મીઠા કરાવાયા
Next articleસિહોર ન.પા.દ્વારા મુકવામાં આવેલા ડસ્ટબીનો ધરાશયી