રાણપુરમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

728

આજરોજ  બોટાદ જીલ્લાના રાણપુરમાં ધોરણ ૧૦ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો શુભારંભ શાંતિપૂર્ણ રીતે થયો હતો

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ તે માટે પૂરતો સ્ટાફ ફાળવ્યો હતો તેમજ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાણપુરમાં જન્મભુમિ હાઈસ્કુલ અને સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે પરીક્ષા નો પ્રારંભ થયો હતો જેમાં રાણપુર ની જન્મભુમિ હાઈસ્કુલમાં દિકરીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી જ્યારે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા અને સભ્ય રાજેશભાઈ શાહ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓ અટકે અને પરીક્ષા યોજાય એ માટે જરૂરી કાર્યવાહી કરી તમામ કેન્દ્રો ઉપર શાંતિમહોલમાં પરીક્ષા યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Previous articleજીવનનગરના મહાદેવધામમાં શિવરાત્રી મહોત્સવ ભાવપૂર્વ સંપન્ન
Next articleરાજુલા ખાતે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મો મીઠા કરાવાયા