રાજુલા ખાતે શરૂ થતી પરીક્ષાના રાષ્ટ્રનું ભવિષ્ય પરીક્ષાર્થી ભાઈ-બહેનોને ભાજપ પરિવાર દ્વારા ચોકલેટથી મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવતા શહેર અને તાલુકાના આગેવાનો.
રાજુલા ખાતે આજથી બોર્ડની પરીક્ષામાં રાષ્ટ્રનું ભવિષ્ય એવા ભાઈ બહેનોને ભાજપ પરિવારના શહેર અને તાલુકાના આગેવાનો પરીક્ષા કેન્દ્રની બહાર ઉભા રહી સાગરભાઈ સરવૈયા, વનરાજભાઈ વરૂ, ચિરાગભાઈ જોષી સાથે શહેર ભાજપ પરિવાર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર જિલ્લા વિરોધ પક્ષના નેતા શુકલભાઈ બલદાણીયા, જીલુભાઈ બારૈયા, કાનાભાઈ, ભરતભાઈ સહિત યુવા કાર્યકરો દ્વારા દરેક વિદ્યાર્થીઓને ચોકલેટથી મો મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવેલ.