જીવનનગરના મહાદેવધામમાં શિવરાત્રી મહોત્સવ ભાવપૂર્વ સંપન્ન

578

રામેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રિ પર્વની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. જીવનનગર, જ્ઞાનજીવન, અમી પાર્ક, દેશળદેવ પરા, શિવપરા, બ્રહ્મસમાજ સોસાયટીના આશરે એક હજાર શ્રદ્ધાળુઓએ ફરાળના મહાપ્રસાદમાં ભાગ લીધો હતો.

શિવરાત્રિ મહોત્સવ સમિતિના કેતનભાઈ મકવાણા, નવીનભાઈ પુરોહિત, પૂજારી ભુપેન્દ્રભાઈ ભટ્ટની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે શિવરાત્રિ દિને સવારે ૪ વાગ્યાની ભસ્મ આરતીની શરૂઆતથી મોડી રાત્રીના ૧ર કલાક સુધી ધાર્મિક શ્રદ્ધાળુઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. મંદિરના પટાંગણમાં માનવ સમુહ જોવા મળ્યો હતો. મંદિરને લાઈટીંગથી શણગાર, ત્રિપર્વની મહાઆરતી, દિપમાલા, રૂદ્રાભિષેક, સ્તવન, સામુહિક રૂદ્રી, પૂજા-પાઠ, સત્સંગ, ભજન-કીર્તનથી સમાપન કરવામાં આવ્યું હતું. રહીશોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરે ફરાળમાં એક હજાર, સાંજે ફરાળી શીરો અને ચેવડામાં ચારસો, રાત્રિના ૧ર કલાકે સમાપનમાં રપ૦ ધાર્મિક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુરમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું