સિહોર ન.પા.દ્વારા મુકવામાં આવેલા ડસ્ટબીનો ધરાશયી

582

સિહોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ના ભાગ હેઠળ સિહોર શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તેવા આશયથી એક માસ પહેલા ૮૦ થી વધુ જગ્યાએ ડ્યુલ ડસ્ટબીનો સ્ટેન્ડ સાથે (જયા જરૂર ન હોય ત્યા પણ) શહેરના ઘણા ખરા વિસ્તારોમા મુકવામાં આવેલા પરંતુ આ ડસ્ટબીનના સ્ટેન્ડમાં ફાઉન્ડેશન પુરવાની નબળી કામગીરી કરવામાં આવી હોવાથી અનેક જગ્યાએ આ ડસ્ટબીનો ધરાશયી થઈ જતા હોય છે. સિહોર ના અમદાવાદ રોડ પર આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સ પાસેના ડસ્ટબીનોની આ દશા જોતા સિહોર પાલિકા તંત્રની કામગીરી પ્રત્યે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં ડસ્ટબીન નાખવાનો કોન્ટ્રાક્ટ પણ પાલિકાના જ એક-બે કર્મીઓ એ રાખ્યો હોવાથી આ બાબતે તંત્રવાહકો ની પણ મિલીભગત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે જો આ બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય ઉજાગર થાય.

Previous articleરાણપુરમાં પ્રમુખસ્વામી માર્ગની દયનીય સ્થિતિ રસ્તાઓ તુટેલા, લાઈન લીકેજથી લોકો પરેશાન
Next articleભાવનગર જિલ્લા આચાર્ય સંઘે ૧.ર૯ લાખ શહીદ ફાળો એકત્રિ કર્યો