ભાવનગર જિલ્લા આચાર્ય સંઘે ૧.ર૯ લાખ શહીદ ફાળો એકત્રિ કર્યો

743

ભાવનગર જિલ્લા આચાર્ય્‌ સંઘે પુલવામામાં શહિદ થયેલ વીર જવાનો માટે શાળાઓને અપીલ કરતાં તેનો બહોળો પ્રિતસાદ સાંપડ્યો હતો. તા. ૬-૩-૧૯ના રોજબ પોરે માત્ર બે જ કલાકમાં ૧,ર૯,૩૯ર/- રૂપિયા જેટલું માતબર ફંડ એકત્રિત થયું હતું. આ ફંડ ભારત કે વીર નામના પોર્‌૭લમાં નવી દિલ્હી સીઆરપીએફના મુખ્યાલયમાં મોકલી આપવામાં આવ્યું આ અનુદાનની અર્પણવિધિ જીલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ હતી. તેઓએ જિલ્લા આચાર્ય સંઘના કાર્યની સરાહના કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે બાકી રહેતી શાળાઓ પણ આ ફંડ એકત્રિત  કરી પોતાનું રાષ્ટ્રીય દાયિત્વ નિભાવવું જોઈએ. દસ હજારથી વધુ ફંડ એકત્ર કરનાર પાંચ શાળાઓએ બહુમાન પ્રાપ્ત કર્યુ હતું. સત્યનારાયણ વિદ્યાલય સથરા ર૭૦૦ (સત્યાવીશ હજાર) ફંડ એકત્ર કરનાર મોખરાની સંસ્થા બની. આ પ્રસંગે મહામંત્રી તખુભાઈ સાંડસુર, રાજયમંત્રી બાબુલાલ પંડયા, ગોવિંદભાઈ બતાડા, અજયસિંહ જાલા, મીઠલાલ બારૈયા, શિક્ષણ નિરીક્ષક એમ.આર.પાંડે ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા શિક્ષક સંઘને સહકારી બનવા સૌને અનુરોધ કરાયો હતો.

Previous articleસિહોર ન.પા.દ્વારા મુકવામાં આવેલા ડસ્ટબીનો ધરાશયી
Next articleસિહોર કોંગ્રેસના આગેવાનોએ વિદ્યાર્થીઓના મો. મીઠા કરાવ્યા