શહેરના જવાહર મેદાન ખાતે આજથી સમસ્ત ભરવાડ (નાનાભાઈ)સમાજ આયોજીત સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે પૂ.જીજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહ અને મહા વિષ્ણુયાગનો ભવ્ય પ્રારંભ થયો છે.
ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતેથી ભરવાડ સમાજના બાવન ઠાકર દુવારાના ગાદિપતિઓ અને સાધુ-સંતોની ઉપસ્થિતીમાં પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. મહારાષ્ટ્ર વસઈના સુપ્રખ્યાત આવિસ્કાર ઢોલ, તાશ, પથકના તાલે દ્વલારીકાધીશનો જય જય કાર થયો હતો.
પૂ.જીજ્ઞેશદાદાએ આજે સૌને પ્રણામ કરી કથાનો પ્રારંભ કર્યો હતો. જીજ્ઞેશદાદાએ કહ્યું કે, આજના પ્રથમ દિવસે થોડી ભાગવત ચર્ચા કરીએ એ પહેલા એક પુષ્પરૂપ ‘ગોવિંદ દામોદર’ની પ્રાર્થના કરીએ. આપણે મંગલાચરણ કરીએ.
જીજ્ઞેશદાદાએ કહ્યું કે ભાવનગરમાં મારી પહેલી કથા ચોહલા પરિવારે કરાવી જો હવે ભાવનગરમાં મારી ૧૦૦ કથા થાય તો પણ મારૂ કહ્વું છે કે મારી આ પહેલી કથા ચોહલા પરિવારે કરાવી આ એક યાદગાર ક્ષણો સમી છે.
કથાના પ્રારંભે આયોજક સંતોષભાઈ ચોહલાના માતુશ્રી મણીબેન સોંડાભાઈ ચોહલા, ભરતભાઈ ચોહલાના માતુશ્રી કંકુબેન પાંચાભાઈ ચોહલા, પૂજય જીજ્ઞેશદાદા, બાવળીયા ધામના રામબાપુ, શૈલેષદાદા પંડિત, રામચંન્દ્રદાસજી મહારાજ તથા સમાજના અગ્રણીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય થયુ હતું.
પૂ.જીજ્ઞેશદાદાએ આજે પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી. એમણે કહ્યું કે શહિદોના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સામે મોત હોય તો પણ આપણી રક્ષા કરવા દોડી જનારા સૈનિકોની હિંમતને બિરદાવીએ. કહી ‘ઓમ’ના નાદ સાથે શ્રોતાઓએ ઉભા થઈ એક મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમજ ધો.૧૦-૧૨નાં પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણ સાથે ભોજન પ્સાદનો લાભ લીધો હતો.