ગાંધીનગરમાં પીડીપીયુ નોલેજ કોરીડોર ઉપરાંત સરકારી મહિલા છાત્રાલય હોવા છતાં છેલ્લા અઠવાડીયાથી બસ જ આવતી ન હોવાથી વિદ્યાર્થીનીઓને કોલેજ જવા તેરજ પરીક્ષા માટે મુશ્કેલીઓ પડી રહી છે. મહિલાઓને બસમાં કન્સેશન હોવા છતાં બસ જ ના આવે તો બિચારા કયાં જાય. તેમને ખાનગી રીક્ષાઓમાં સમય અને નાણાંનો વ્યય કરીને પણ જવાની ફરજ પડી રહી છે. આજે મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે એક નાનકડું સેવાનું કામ કરીએ તો પણ ઘણું.
સરકારી છાત્રાલયમાં ભણતી ગરીબ બાળાઓને પોતાની સ્કુલ- કોલેજ સુધી જવા માટે એક માત્ર આ બસ જ આશિર્વાદ સમાન હતી જે તંત્ર દ્વારા બેદરકારીપૂર્ણ રીતે બંધ કરી દેવાતાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.