જા.કે.ઉ. મંડળ સંચાલિત કે.પી. મહેતા માધ્યમિક વિદ્યાલય, ટી.જી. સંઘવી પ્રા. શાળા અને ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉપ્રા. શાળા તથા ડાંડિયા મિડલ સ્કુલ-જાફરાબાદ દ્વારા તાજેતરમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવેલ.
જે અન્વયે મુંબઈથી પધારેલા ટ્રસ્ટીઓ કિરીટભાઈ મહેતા, લલિતભાઈ મોદી, યોગેશભાઈ ગોરડીયા, સુરેશભાઈ મોદી, રાજેશભાઈ ગોરડીયા, હેમંતભાઈ સંઘવી, જ્યોતિબેન શેઠના, જ્યોતિબેન, મંજુલાબેન તેમજ આશાબેન વાંકિયાણી, હીનાબેન, મમતાબેન તેમજ તમામ સ્ટાફ ગણ, બહોળી સંખ્યામાં વાલીગણ અને કેમ્પસની તમામ શાળાઓના બાળકોની હાજરીમાં વાર્ષિકોત્સવની ઉત્સાહભેર ઉજવણી થયેલ.
ટ્રસ્ટીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તમામ શાળાઓ દ્વારા વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ. ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમમાં સહભાગી તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ. શિક્ષણને પ્રેરક જાગ્યા ત્યાંથી સવાર નાટક અસરકારક રીતે રજૂ કરેલ. જેમાં વેશ-પરિવેશ, સંવાદ અને અભિનયની છટા વિશિષ્ટ રીતે રજૂ થયેલ. મમતાબેન જાની દ્વારા ભરતનાટ્યમ રજૂ થયેલ. કેમ્પસ ડાયરેક્ટર ગૌતમભાઈની રાહબરી નીચે સંઘવી પ્રા. શાળાની શિક્ષિકા મકવાણા અપેક્ષાબેન અને વિદ્યાર્થીનીઓ દ્વારા સંચાલન અસરકારક રીતે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા નિયામક રામાનંદી અશોકભાઈ પ્રજાપતિ, નીતિનભાઈ પંડયા, રીતુબેન ચુડાસમા, ચાંદનીબેન, જીજ્ઞાબેન શિયાળ તેમજ હરેશભાઈ પુરોહિત તથા સમગ્ર સારસ્વતગણ દ્વારા જહેમત ઉઠાવેલ.