રાજ્યમાં વકરી રહેલા સ્વાઇન દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના ૪ મહાનગરોમાંથી દરરોજના અનેક કેસો સામે આવી રહ્યા છે. તેમ છતાં તંત્ર ઘોર નિંદામાં હોય તેવો વર્તાવ કરી રહ્યું છે, પરંતુ આજે સ્વાઇન ફ્લૂ મામલે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે.
ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર સાબતું જાગ્યું છે. અને આજે રાજ્યમાં સ્વાઇન ફ્લૂ મુદ્દે આરોગ્ય કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય કમિશ્નરે વિવિધ આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે આજે સ્વાઇન મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ ૫૧૨ જેટલા કેસ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૧૨ લોકોના મોત થઇ ચૂક્યા છે.
રાજ્યમાં ચાલું વર્ષે અત્યાર સુધી કુલ ૩૪૮૫ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. આરોગ્ય કમિશ્નરે સ્વાઇન ફ્લૂના રોગને ગંભીરતાથી લેતા દરેક જિલ્લા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવવા માટે જાણ કરાઇ છે. ૨૨ કેસમાં દર્દીના સ્વાઈન ફ્લૂથી મોત થયા છે.
રાજ્યના આરોગ્ય કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, દરેક હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસો સામે આવ્યા છે, પરંતુ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. યોગ્ય સમયે સચેત રહીએ તો સ્વાઇન ફ્લૂના રોગને મટાડી શકાય છે. જિલ્લા હોસ્પિટલોમાંથી નોંધાયેલા કેસોમાંથી અન્ય કેસમાં ફ્લૂ સાથે અન્ય રોગ હોવાનું કારણ સામે આવ્યું છે. ૩૩ જિલ્લા, ૮ મ.ન.પા.માં ૩૫ સેન્ટર પર કેસ ઘટવાની શરૂઆત થઇ ચૂકી છે.