લોકસભાની ચૂંટણી હજુ જાહેર નથી થઇ પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારી પુરજોશમાં શરૂ કરી દેવાઇ છે. કોંગ્રેસ દ્વારા ચાર ઉમેદવારો જાહેર પણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રભારી ઓમ માથુર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં શુક્રવારે વલસાડની મુલાકાતે આવ્યા હતા. અને કેન્દ્રમાં પણ ભાજપની બહૂમતિ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.વલસાડના કન્ટ્રી ક્લબ સાથે વલસાડ જિલ્લાની સંગઠન બેઠકમાં ગુજરાત ભારત પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ઓમ માથુર વલસાડની મુલાકાતે આવ્યા હતા.
આ બેઠકમાં કાર્યકરોને સંબોધવા તેમજ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવા આવ્યું હતું. ઓમ માથુરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બધી જ ૨૬ બેઠકો પર ભાજપ વિજય હાંસલ કરશે. એટલુ જ નહીં, પરંતુ આ વખતે દરેક સીટો પર માર્જિન વધે તે રીતનું માઈક્રો પ્લાનિંગ કરી રહ્યાં છીએ.
ઉમદેવારો જાહેર કરવા અંગે જણાવ્યું હતું કે, રાહ જૂઓ ભાજપ ઉમેદવારો જાહેર કરશે. અલ્પેશ ઠાકોર અંગે જણાવ્યું હતું કે, આ તે ચર્ચાઓ ચાલે છે.
અમારી વિકાસની વિચારધારાઓ સ્વિકાર કરી કોઈ આવશે તે રાખશું. રામ મંદિર અંગે જણાવ્યું હતું કે, કોર્ટ પોતાનું કામ કરશે. ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓની સંપૂર્ણ આસ્થા છે કે, ભગવાન રામના જન્મ સ્થળ પર મંદિર બને. કોર્ટના આદેશથી રામ મંદિર બનવું જોઈએ.