ભાજપાને પોતાના કાર્યો અને સંગઠન પર વિશ્વાસ નથી, તેથી કોંગ્રેસ ધારાસભ્યો તોડી રહી છે : અમિત

811

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાત કોંગ્રેસમાં એક જોડોને તેર તૂટે છે તેવો માહોલ સર્જાયો છે. કુંવરજી બાવળીયા, જયશ્રીબેન પટેલ બાદ માણાવદરના ધારસભ્ય જવાહર ચાવડાએ પણ કોંગ્રેસનો છેડો ફાડી ભગવો ધારણ કરી લીધો છે. ત્યારે આ મુદ્દે પ્રદેશ કોગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સામે રોષ પ્રગટ કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જવાહર ચાવડાના રાજીનામા બાદ પ્રેસ કોન્પરન્સ સંબોધતા કહ્યું કે, તમામ મોરચે નિષ્ફળ રહેલી ભાજપા લોકશાહીનું અપમાન કરી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને તોડી પોતાની સાથે જોડી રહી છે.

ભાજપને પોતાના સાશનમાં કરેલા કાર્યો, કાર્યકર્તાઓ અને પોતાના સંગઠન પર વિશ્વાસ ના હોવાથી અમારા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ખેંચી રહી છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપે આજ રીતે રાજ્યસભાની ચૂંટણી જીતવા પણ કોંગ્રેસને તોડવાના કેટલાએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ પ્રજાએ ભાજપને ફટકા બંધ જવાબ આપ્યો અને કોંગ્રેસે જીત અપાવી હતી. આ સિવાય ૨૦૧૨માં ૪૦ વિધાનસભ્યો ધરાવતી કોંગ્રેસના ૨૦૧૭માં ૮૦ સભ્યો ચૂંટી પ્રજાએ બાજપને જવાબ આપ્યો હતો.તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, દેશભરમાં યુવાનોને બેરોજગારી, ખેડૂતોના પ્રશ્ન હલ કરવા, મોંઘવારી દુર કરવી જેવા મુદ્દા પર નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર, કોંગ્રેસના ધારાસભ્યો તોડી જીતવાના સપના જોઈ રહી છે. પરંતુ આ પ્રજાએ પહેલા પણ કુટનીતિ કરનારા અને જુઠાઓનો સપોર્ટ નથી કર્યો, જે લોકો કોંગ્રેસ મુક્ત કરવાના સપના જોઈ રહ્યા છે તેમને પ્રજા જવાબ આપશે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપને જીરોમાંથી દિલ્હી સુધી પહોંચાડનારા પોતાના પીઢ કાર્યકરો પર ભાજપાને હવે ભરોસો નથી, તેમને કોરાણે મુકવામાં આવી રહ્યા છે.

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ જેવા જુના કાર્યકોરને પણ દુખી કરી રહ્યા છે. આ બાજપા પાર્ટી ચૂંટણી જીતવા પોતાના કાર્યકરોને કોરાણે મુકી બસ સત્તા મેળવવા હવાતીયા મારી રહી છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે.

હંમેશા સાશક પક્ષ પોતાના કાર્યો સાથે પ્રજા વચ્ચે મત લેવા જાય છે. ભાજપે જે રીતે ખોટા વાયદા, અને વચન આપ્યા, જે પૂર્ણ નથી કરી શક્યા, લોકોનો વિશ્વાસ ઘાત કર્યો છે, હવે ભાજપાને પોતાના કાર્યો પર વિશ્વાસ નથી, હારી જવાનો ભય તેમને સતાવી રહ્યો છે, તેથી હવે કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી પોતાના પક્ષમાં જોડી રહી છે, પરંતુ, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે ભાજપાને પ્રજાએ જવાબ આપ્યો હતો, હવે પણ જવાબ આપશે.

તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડનારા ધારાસભ્યો પર પ્રહાર કરતા કહ્યું કે, લોકશાહીમાં પ્રજા ૫ વર્ષ માટે પ્રતિનીધિ ચૂંટતી હોય છે. આ લોકો જનાદેશનું અપમાન કરી રહ્યા છે. થોડી વ્યક્તિ ગત લાલચ માટે તે ભાજપ સાથે જોડાય છે. પરંતુ ફરી પ્રજાના દરબારમાં તેમને જવાનું હોય છે. તેમને પ્રજા જવાબ આપી શકે છે.

Previous articleગોલ્ડ લોનનાં નામે કરોડોની ઉચાપત કરનાર બંટી-બબલીની ધરપકડ
Next articleગુજરાત કોંગ્રેસમાં હડકંપ, માણાવદર MLA જવાહર ચાવડાનું રાજીનામું, BJPમાં જોડાયાં