આગામી લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે કાનપુરમાં વડાપ્રધાને એક રેલીને સંબોધન કર્યું હતું. આ રેલીમાં વડાપ્રધાને પુલવામા હુમલાને લઇને વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન વિપક્ષને આડેહાથ લેતા જણાવે છે કે એક બાજુ દેશ માટે શહીદ થયેલા જવાનોની બહાદૂરીને જોઇને છાતી પહોંળી થઇ જાય છે, ત્યારે એક બાજુ ઘરમાં જ બેઠેલા લોકો છે કે જેમાં નિવેદનોથી આતંકવાદીઓને સીધો ફાયદો થાય છે.વડાપ્રધાન જણાવે છે કે આ વખતે પાકિસ્તાન રંગે હાથ પકડાઇ ગયું છે અને એટલા માટે જ આજે તે દબાવમાં છે. પાકિસ્તાને જે પગલુ ભર્યું છે તેના કારણે તે મોઢુ બતાવી શકે તેવી લાયકાત પણ ધરાવતું નથી. દેશમાં બેઠેલા કેટલાક લોકોના નિવેદનને ફેલાવીને જે દુનિયામાં ભ્રમ પેદા કરે છે. દેશની સવા સો કરોડ જનતા જો સાથ આપશે તો જ આતંકવાદને ખતમ કરી શકાશે. દેશની તાકત સાથે જ હું આતંકવાદ વિરુદ્ધ પગલા ભરી શકું છું.
કાનપુરમાં ઘણીબધી યોજનાઓના શિલાન્યાસ બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન જણાવે છે કે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આપણને દેશના જવાનો પર ગર્વ છે, પરંતુ અફસોસ છે કે કેટલાક લોકો સેનાના આ પરાક્રમને નીચું દેખાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
આવા લોકોને શરમ આવી જોઇએ, પરંતુ તેમને નથી આવતી.
અમારી સરકાર આતંકવાદને ખતમ કરવા માગે છે. દેશની જનતાની તાકત સાથે જ અમે આતંકવાદને ખતમ કરવાની દિશામાં પગલા ભરી રહ્યા છીએ. આતંવાદીઓ હવે તેમનો અંત સામે જોઇ રહ્યા છે. આજ કારણ છે કે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આ જ કારણ છે કે તેઓએ ફરી આતંકવાદી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમે જડબાતોડ જવાબ આપીશું. આ સમય એકસાથે રહેવાનો અને સાવચેત રહેવાનો છે. આપણે આતંકવાદને ત્યારે જ ખતમ કરી શકીશું જ્યારે આપણે એક સાથે મળીને રહીશું.
નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી તો આવતી-જતી રહેશે પરંતુ દેશના દુશ્મનો તેનો લાભ ના ઉઠાવે તે આપણા સૌની જવાબદારી છે. પીએમે પ્રશ્ન કરતા જનમેદનીને પૂછ્યું કે, શું આ જવાબદારી ફક્ત સેનાની છે? શું દરેક પાર્ટી, દરેક નેતાની જવાબદારી નથી? પીએમે જણાવ્યું કે મોદીના વિરોધને લીધે રાજકીય વિરોધીઓ જે નિવેદનો કરી રહ્યા છે તેનો લાભ આતંકીઓ ઉઠાવી રહ્યા છે.