ભાગેડુ નિરવ મોદીનો બંગલો ૧૦૦ વિસ્ફટકોથી ફક્ત ૫ મિનિટમાં જ ધ્વસ્ત કરાયો

560

નાસી છુટેલો હીરા વેપારી નીરવ મોદીનો અલીબાગ સ્થિત ૩૦ હજાર ફીટ જગ્યા પર બનેલ બંગલો આજે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. બંગલાને તોડી પાડવા માટે ૧૦૦ જગ્યાઓ પર વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો. અલીબાગ વાળો ઓ બંગલો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત છે.

સી-બીચની પાસે આવેલ ૧૦૦ કરોડનો આ બંગલો તોડવાનું બીજુ ચરણ મંગળવારે શરૂ થઈ ગયુ હતુ.

હવે ત્યાં ઉભા રહેલા ઢાંચાઓને તોડી પાડવામાં આવી હતી. જેમાં કાચ લગાવવામાં આવ્યા હતા. બંગલામાં લગાવવામાં આવેલ કાચને પહેલા હટાવી દેવામાં આવ્યા જેથી કાચ ઉડીને કોઈ નુકસાન ન પહોંચાડે. નીરવ મોદી ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના ઁદ્ગમ્ કૌભાંડના મુખ્ય આરોપી છે.

કૌભાંડ સામે આવ્યા પછી નીરવ મોદીએ કેટલીયે જગ્યાઓ પર છાપાઓ માર્યા હતા અને તેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. કેટલાયે બેડરૂમ અને હોલવાળા આ બંગલામાં ફર્સ્ટ ફ્લોર પર ૧૦૦૦ વર્ગ ફીટનો સ્વિમિંગ પુલ પણ છે. મોદીએ આ બંગલાની બહાર ખોટી રીતે ગાર્ડન પણ બનાવડાવ્યો હતો.આ વિસ્તારમાં રાજ્ય અને તટવર્તી ક્ષેત્રના નિયમોના ઉલ્લંઘન કરીને બનાવવામાં આવેલ બીજી ૫૮ ખાનગી ઇમારતોને પણ તોડી પાડવાની નોટિસ મોકલવામાં આવી છે. હાઈકોર્ટે સરકારને આ નિર્દેશ આપતા અલીબાગમાં બીચના કિનારે બનેલી અવૈધ સંપત્તિઓની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

Previous articleઅયોધ્યા વિવાદ ઉકેલવા ૩ મધ્યસ્થીઓની પેનલ
Next articleઅનંત અંબાણીની બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના મેમ્બર તરીકે પસંદગી