તેજી પર બ્રેક : સેંસેક્સમાં ૫૪ પોઇન્ટનો ફરી ઘટાડો

722

શેરબજારમાં હાલમાં ચાલી રહેલી તેજી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૫૪ પોઇન્ટ ઘટીને ૩૬૬૭૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૦૩૫ની સપાટીએ રહ્યો હતો તેમાં ૨૩ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. જિંદાલ સ્ટીલ અને પાવર અને એમઓઆઈએલમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. વિપ્રો અને ઇન્ફીબિમના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૮૦૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૫૨૯ રહી હતી. આજે વિપ્રોના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇક્વિટી શેરમાં પણ ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન અલ્હાબાદ બેંકના શેરમાં ૬.૫ ટકાનો ઘટાડો રહ્યો હત. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. વૈશ્વિક આર્થિક મંદીને લઇને ફરી એકવાર ચિંતા પ્રવર્તી રહી છે.  કારોબારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારના ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે તે જોતા ફરીવાર મોદીની જીતવાની શક્યતા વધી ગઈ છે. તે પહેલા અનિશ્ચિતતા દેખાઈ રહી હતી પરંતુ હવે ફરી એકવાર સ્થિર સરકારની શક્યતા દેખાઈ રહી છે. કઠોર પોલિસી નિર્ણય લેવામાં સક્ષમ સરકાર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પણ યોજાનાર છે. વૈશ્વિક માંગણીને ધ્યાનમાં લઇને ચિંતા વધતા કિંમતોમાં ઘટાડો થયો છે. વિદેશી મૂડીરોકાણકારોએ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં આશરે ૧૭૭૨૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણ નવેમ્બર ૨૦૧૭ બાદ સૌથી વધારે છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા નવેમ્બર ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં ૧૯૭૨૮ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શેરબજારમાં ગઇકાલે ગુરુવારના દિવસે પણ તેજી જારી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૬૭૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૮ની સપાટીએ રહ્યો હતો. એલએન્ડટીના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. બજારમાં હાલ પ્રવાહી સ્થિતિ છે.

Previous articleસુરક્ષા જવાનો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે : આર્મી ચીફ
Next articleબેંકોમાં કુલ એનપીએ દસ લાખ કરોડનું : મર્જરની સામે વિરોધ