જાગૃતિ એજયુકેશનલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન ઉજવાયો

526

જાગૃતિ એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જાગૃતિબેન શાહ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન યશવંતરાય નાટયગૃહ ખાતે કરવામાં આવેલ. પુલવામાં શહિદ થયેલા જવાનો માટે બે મિનિટ મૌન ધારણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.  આ વર્ષે ૧૦૧, બહેનોને નારી રત્ન ગૌરવ પુરસ્કાર તથા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. આવા મોટા આયોજન દરેકના સાથ સહકારથી થાય છે. ડો. અરૂણાબેન બંકિમ, પારેખ ડો. કુસુમબેન પારેખ હર્ષાબેન રમૈયાએ દિપપ્રાગટય કરી બધાને એવોર્ડ એનાયત કરેલ સાથો સાથ સંસ્થાને એલઆઈસી તરફથી સપોટ મળેલ જેમાં એલસીઆઈ ઓફિસર એસડીએમ કેપ્ટનના પત્નિ, નિમર્ળાકના પત્નિ, નરેશભાઈએ હાજરી આપી હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા એલઆઈસીના પ્લાન બાબતે આજના દિવસે મહિલાઓને માહિતી પુરી પાડેલ તેમજ બહોળી સંસ્થામાં મહિલા – તેમજ મહાનુભાવો હાજર રહેલ જેમાં સંસ્થા જાગૃતિ એજયુકેશનલ ખાસ જેઓ આ સંસ્થાને  આગળ લાવવામાં સક્રિય ફાળો છે. તેવા અમર જયોતિબા ગોહિલ હાજરી આપી અને સંસ્થાના કાર્યને બિરદાવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસીઆઈએસએફ દ્વારા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ