સમગ્ર વિશ્વમાં મહિલાઓ વિશ્વ ફલક પર આગળ જોવા મળે છે અને મહિલો હવે પુરુષ સાથે કદમ મિલાવીને ચાલે છે . ખાસ કીરને હવે મહિલાઓ મોટા ભાગે સરકારી ઓફીસ માં કામ કરતી નજરે પડે છે .ત્યારે આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે આજે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલા દિવસ ની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો .જેમાં મુખ્ય મહેમાન તરીકે ઢસા ના શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના સગીતાબેન ,મહિલા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જે પી.આઈ એમ.જે.સાગઠીયા હાજર રહ્યા હતા .આ કાર્યક્રમ માં બાળ સુરક્ષા એકમ ,૧૮૧ હેલ્પલાઇન ,નારી અદાલત ,વિવિધલસી મહિલા કેન્દ્ર ,હેલ્થ વિભાગ, દહેજ પ્રતિબધ ,બાળ સુરક્ષા ના અધિકારીઓ તેમજ સરકારી હાઈસ્કૂલમાં થી સ્કુલ ની વિધાર્થીઓની અને તેમના ટીચરો હાજર રહ્યા હતા . જેમાં હાજર તમામ મહિલાઓને મહિલા શસ્ક્તીક્ર્ણ અને મહિલાઓને લગતી માહિતી અને તેમણે થતા ફાયદા અગે માહિતી આપવામાં આવી હતી .સમગ્ર કાર્યક્રમ નું આયોજન બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમ નું સચાલન બોટાદ પીબીએસસી ના કાઉન્સિલ રીનાબેન વ્યાસ અને રીન્કલ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું .