ગઢડાના માંડવધાર ખાતે ઉકાળાનું વિતરણ કરાયું

749

ગઢડા તાલુકાના માંડવધાર ખાતે  સિઝનલ ફલુ પ્રતિકારક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઢડા તાલુકા હેલ્પઓફીસ ડો. ચિરાગ મકવાણા દ્રારા જણાવ્યું હતું કે હાલ સમ્રગ રાજ્યમાં સિઝનલ ફલુ રોગ સામે રક્ષણ મળે તે માટે અને ગભરાટ દૂર થાય તે માટે આજરોજ ગઢડા તાલુકાના માંડવધાર ગામે ડો.ભારતીબેન આયુર્વેદિક અધિકારી મોટી કુંડળ સહીત આરોગ્ય સ્ટાફ ગામના  આગેવાનો દ્વારા માંડવધાર ગામે ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર ગામનાં લોકો ને સિઝનલ ફલુ વિશે  માહિતી પણ આપવામાં આવી હતી જેમાં સિઝનલ ફલુ રોગના લક્ષણો માં શરદી.ખાસી ગળામાં દુખાવો ભારે તાવ શરીર તુટવુ અશકિત જેવા લક્ષણો જણાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો

સાથે નાનામોટા રોગ  નો ફેલાવો કેમ અટકાવો તે  માટે  માહીતી ગામનાં લોકો ને પૂરી પાડવામાં આવી હતી.

Previous articleબોટાદ મહિલા પોલીસ સ્ટેશને વિશ્વ મહિલા દિવસની ઉજવણી
Next articleબોટાદ જિલ્લા મહેસુલી વર્ગ-૩ના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા