રાજુલા વોડ નં.૧નો ખોરંભે પડેલ રોડ આખરે મંજુરીની મહોર ખાતમુર્હુત કરતા છત્રજીતભાઈ ધાખડા ચેરમેન રાહુલભાઈ લોકોમાં ખુશીનો માહોલ આજરોજ રાજુલા નગરપાલિકાના વોડ નં.૧ના કુંભારવાડાના ૧ વર્ષ જુનો ખોદકામ કરેલ હતું તે અંતે રાજુલા નગર પાલિકા વોર્ડ નં.૧ના સદસ્યો તેમજ કારોબારી ચેરમેન રાહુલભાઈ બી ધાખડાની ૧ વર્ષ બાદ મહેનતરંગ લાવી છે. તેમજ કુંભારવાડાના રહિશોને હાશકારો થયો અને ખુશીનો માહોલ જોવા મળ્યો આજરોજ ખાત મુર્હુતમાં પ્રમુખ પતિ બાલાભાઈ તેમજ છત્રજીતભાઈ ધખાડા, તમજ રાજુભાઈ દાદા, રાસુલભાઈ, ગિરધરભાઈ, પૂર્વ સદસ્ય અતુલભાઈ, તેમજ રાજુલા નગરપાલકા સદસ્ય હાજર રહેલા હતા આશરે રૂા.૧૦ લાખના ખર્ચે નવિનીકરણ થશે લોકોમા ખુશીનો માહોલ છવાયો છે.