આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભાવનગરના આર્ટીસ્ટ નિરૂપમાં ટાંક દ્વારા તેમજ અન્ય ૩૦ જેટલા આર્ટીસ્ટો દ્વારા આયોજન થયું હતું. કલા કેન્દ્ર કોલેજની ભુતપુર્વ વિદ્યાર્થીનીઓમાં વિનીતા ચૌહાણ, મયુર મંગે, દર્શનાબેન, અંજલી ભીમાણી, શોભાના દવે, શબાના મુનશી, હસ્તીબેન, ખુશ્બુ રાવલ, બિનાબેન, નમ્રતા ગાંધી, નફીસા, રચના ગોહિલ, પ્રિયા જરી, ભ્રાતી ડોડિયા, ઝંખના રાઠોડ વગેરે ભાગ લીધો હતો. આ પ્રદર્શન ગીતાબેન પટેલ તેમજ પ્રોફેસર ભારતીબેન દવેના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રદર્શન ડીપ્લોમાં ઈન પેઈન્ટીંગ કલા કેન્દ્રના સોમાલાલ શાહ ભવનમાં યોજાયું છે.