આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વાર્લી-વોલ પઈન્ટીંગ સ્પર્ધા યોજાઈ

769

ભાવનગર કલા સંઘ અને માઈક્રોસાઈનના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સેન્ટર ફોર એકસલેંસ ખાતે વાર્લી-વોલ પેઈન્ટીંગ સ્પર્ધાનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવેલ. જેમાં ૧રપથી વધુ વિવિધ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અનેકવિધ પ્રકારના વાર્લી-કલા આધારીત ચિત્રાંકનો બહેનો દ્વારા કરવામાં આવેલ. શ્રેષ્ઠ કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવેલ તથા ભાગ લેનાર તમામને પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ કલાસંઘની સમગ્ર ટીમ તથા માઈક્રોસાઈનના ઉપક્રમે સફળ સંપન્ન થયેલ.

Previous articleભાવ. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શંભુસિંહ સરવૈયાની નિયુક્તિ
Next articleગઢડાનાં બે બુટલેગરો સામે હદપારની કાર્યવાહી કરાઈ