ધંધુકાના તગડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૩ના મોત

1092

” ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !! ” એ ઉક્તિ ચરિતાર્થ કરતો બનાવ ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે બન્યો હતો જેમાં બે કાર સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં માતા-પુત્ર સહીત ૩ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નીપજ્યા હતા જયારે ૮ લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી જેઓને સારવાર અર્થે ઈમરજન્સી ૧૦૮ મારફત ધંધુકા આર.એમ.એસ.હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ કરુણાંતિકાની મળતી વિગત અનુસાર ધંધુકા-બરવાળા હાઇવે તગડી ગામ પાસે  આજે રોજ સવારમાં ૬/૦૦ વાગ્યાના અરસામાં બરવાળા તરફથી આવી રહેલ સ્વીફ્ટ ડિઝાઈર કાર નં.જી.જે.૩૩.બી.૩૮૯૨ તેમજ ધંધુકા તરફથી આવી રહેલ સ્વીફ્ટ ડિઝાઈર કાર નં.જી.જે. ૨૭.બી.ઈ.૫૩૫૦ સામસામે ધડાકાભેર રીતે અથડાતા બંને કારમાં સવાર મુસાફરોને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા માતા-પુત્ર તેમજ ૧ બાળક સહીત ૩ લોકોના ઘટના સ્થળે મોત નીપજયા હતા જયારે ૮ લોકોને ઇજાઓ પહોચતા ઈજાગ્રસ્તોની ચીચીયારીઓથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું.ઈજાગ્રસ્તોને બરવાળા તેમજ ધંધુકા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી હર્ષદભાઈ મુલાણી તેમજ પાયલોટ વનરાજસિંહ વાળા દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ ધંધુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ રોડ ઉપર સર્જાયેલ ટ્રાફિક દુર કરવામાં આવ્યો તેમજ ઈજાગ્રસ્તોની બચાવ કામગીરીમાં રાહદારીઓ પણ જોડાયા હતા.  બરવાળાનો સાલેવાલા પરિવાર સવારના ૫.૩૦ કલાકના અરસામાં અજમેર શરીફ દર્શન કરવા તેમજ અમદાવાદનો પરિવાર ધારી મુકામે પ્રસંગમાં જઈ રહ્યો હતો.

મૃતકના નામ

(૧) કોકીલાબેન નટુભાઈ સાલેવાલા (ઉ.વ.૫૮) રહે.બરવાળા

(૨) સોહીલભાઈ નટુભાઈ સાલેવાલા (ઉ.વ.૩૨) રહે.બરવાળા

(૩) પવન ધવલભાઈ માલવિયા(ઉ.વ.૨) રહે.નીકોલ,અમદાવાદ

ઈજાગ્રસ્તના નામ

(૧) એલીસ સુજલભાઈ સાલેવાલા (ઉ.વ.૧૦) રહે.બરવાળા

(૨) જરીનાબેન છોટુભાઈ હુદા (ઉ.વ.૮૫) રહે.બરવાળા

(૩) પંસીલાબેન હિરેનભાઈ જોગાણી (ઉ.વ.૨૫) રહે.અમદાવાદ

(૪) ભગવતીબેન હાર્દિકભાઈ ભુવા (ઉ.વ.૩૩) રહે.અમદાવાદ

(૫) ભૂમિકાબેન ધવલભાઈ માલવિયા (ઉ.વ.૩૩) રહે.અમદાવાદ

(૬) દ્રષ્ટિ હાર્દિકભાઈ ભુવા  (ઉ.વ.૬) રહે.અમદાવાદ

(૭) રેખાબેન બકુલભાઈ હમીરાણી  (ઉ.વ.૪૫) રહે.અમદાવાદ

(૮) હાર્દિકભાઈ કનુભાઈ ભુવા રહે.અમદાવાદ

Previous articleસંસારના ભયમાંથી છુટવું હોય તો ભાગવતને સાંભળવું – જીજ્ઞેશ દાદા
Next articleલુકાછુપી ફિલ્મની કમાણી ૫૦ કરોડ સુધી પહોંચી છે