ટેલિવીઝન સિરિયલ અને ફિલ્મોમાં હાલમાં સફળતાપૂર્વક આગળ વધી રહેલી સેક્સી સ્ટાર મૌની રોય હવે સૌથી સારી ફિલ્મો મેળવી રહી છે. મૌની રોય પાસે હાલમાં કેટલીક સારી ફિલ્મ હાથમાં છે. જે પૈકી મેઇડ ઇન ચાઇનામાં તે રાજકુમાર રાવ સાથે કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની યાદગાર ભૂમિકા છે. તે અન્ય એક ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં પણ કામ કરી રહી છે. ફિલ્મમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટની પણ ભૂમિકા છે. ફિલ્મમાં તે વિલન તરીકે કામ કરી રહી છે. તેની મેઇન ઇન ચાઇના નામન ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં તે રાજકુમાર રાવની પત્નિની ભૂમિકા અદા કરી રહી છે. એક સંઘર્ષ કરી રહેલા કારબારીની પત્નિની ભૂમિકામાં તે નજરે પડનાર છે. મૌની રોયે કહ્યુ છે કે રાજકુમાર રાવ એક કુશળ સ્ટાર છે. તેની પાસેથી શુટિંગ દરમિયાન અનેક બાબતો શિખવા મળે છે. તે ખુબ કટિબદ્ધ સ્ટાર તરીકે છે. ટીવી સિરિયલ નાગિનમાં પણ તે કામ કરી ચુકી છે. આ સિરિયલ ખુબ લોકપ્રિય થઇ હતી. ત્યારબાદ તેને ફિલ્મ મળી ગઇ હતી. મૌની રોયે ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમારે ભૂમિકા અદા કરી હતી. તે અન્ય એક ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથે ફિલ્મમાં કામ કરી રહી છે. જે જાસુસી ફિલ્મ છે. જાસુસી થ્રીલર ફિલ્મને લઇને તે આશાવાદી છે. તે દેવો કે દેવ મહાદેવ અને નાગિન જેવી સિરિયલમાં પણ કામ કરી ચુકી છે. એકતા સાથે કામ કરીને તે ઘણી બધી બાબતો શિખી રહી છે. મૌની રોય કેરિયરની શરૂઆતમાં જ એ કેટેગરીના સ્ટાર સાથે કામ કર્યા બાદ આશાવાદી બનેલી છે. મેઇડ ઇન ચાઇના, બ્રહ્યાસ્ત્ર અને અન્ય કેટલીક ફિલ્મો તેના હાથમાં રહેલી છે.