કાર્તિક આર્યન સાથે ફિલ્મ મળતા અનન્યા પાન્ડે ખુશ

642

છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પોતાની ફિલ્મ લુકાછિપીના કારણે કાર્તિક ભારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. હવે એવા હેવાલ આવ્યા છે કે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ અને સંજીવ કુમાર અભિનિત ફિલ્મ પતિ પત્નિ ઔર વોમાં કાર્તિક નજરે પડનાર છે. આ ફિલ્મની રીમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. પહેલા હેવાલ આવ્યા હતા કે તાપ્સીને ફિલ્મમાં લેવામાં આવનાર છે. જો કે છેલ્લી ઘડીએ કોઇને વાત કર્યા વગર તાપ્સીને પડતી મુકી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મના કલાકારો નક્કી કરી લેવામાં આવ્યા  છે. હવે કાર્તિકની સાથે ફિલ્મમાં ભૂમિ અને અનન્યા પાન્ડેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ભૂમિ કાર્તિકની પત્નિ તરીકે ફિલ્મમાં કામ કરી રહી છે.

Previous articleમૌની રોય કેરિયરની શરૂમાં ટોપ કલાકારની સાથે દેખાઇ
Next articleઇંગ્લેન્ડ ગયા પહેલા ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ ફૉર્મ દર્શાવવું પડશેઃ કોહલી