બેસ્ટેરે ખાતે રમાયેલી બીજી ટ્વેન્ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડે યજમાન વિન્ડીઝ પર ૧૩૭ રને સૌથી મોટી જીત મેળવી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે આ મેચમાં ૧૩૭ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૮૨ રન કર્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ માત્ર ૪૫ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી સૈમ બિલિગ્સે શાનદાર દેખાવ કર્યો હતો. સૌથી પહેલા બેટિંગમાં ૮૭ રન કર્યા હતા. એક વખતે ટીમે ચાર વિકેટ ૩૨ રનમાં ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ જોરદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ મેચમાં ૧૨ ઓવર સુધી પણ બેટિંગ કરી શકી ન હતી. આની સાથે જ ઇંગ્લન્ડે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં તેની સૌથી મોટી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડના ક્રિસ જોર્ડન છ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આની સાથે જ જોરદાર તરખાટ મચાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીમાં હાર થઇ હતી. જો કે વનડે શ્રેણી બરોબર રહી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચ આવતીકાલે રવિવારે રમાશે.આ મેચમાં પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે પણ કંગાળ દેખાવ કર્યો હતો. ઇંગ્લન્ડ તરફથી જોની બેયરસ્ટો, એલેક્સ હેલ્સ, ઇયાન મોર્ગન અને જો ડેનલી શરૂઆતની ૫.૨ ઓવરમાં જ આઉટ થઇ ગયા હતા. ઇંગ્લેન્ડની ટીમ એક વખતે ભારે મુશ્કેલમાં દેખાઇ રહી હતી. જો કે ત્યારબાદ રૂટ અને બિલિગ્સે બાજી સંભાળી લીધી હતી. રૂટે ૩૬ બોલમાં અડધી સદી કરી હતી. આ બંને બેટ્સમેનોએ સાથે મળીને ૫૫ બોલમાં ૮૨ રન ઉમેરી દીધા હતા. રૂટ ૧૭મી ઓવરમાં આઉટ થયો હત. બિલિગ્સે ત્યારબાદ જોરદાર બેટિંગ કરી હતી. બિલિગ્સ અને વિલિએ બે ઓવરમાં ૪૪ રન ઉમેરી દીધા હતા. બ્રેથવેટ અને મેકોયે છેલ્લી બે ઓવરમાં ૨૨-૨૨ રન આપ્યા હતા. હાલમાં શાનદાર ફોર્મમાં રહેલા ક્રિસ ગેઇલે નિરાશ કર્યા હતા. ગેઇલ માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણી ખૂબજ રોમાંચક રહી છે. આ શ્રેણીમાં અનેક રેકોર્ડ થયા છે. એકબાજુ ક્રિસ ગેઈલ વન ડે શ્રેણીમાં ખૂબ ધરખમ બેટીંગ કરીને વિશ્વકપ પહેલા ક્રિકેટ રમતા દેશોને એલર્ટ કરી ચુક્જો છે. બીજી બાજુ અનેક હાઈસ્કોરીંગ મેચો રમાઈ છે. ઉપરાંત કેટલીક લો સ્કોરીંગ મેચો પણ રમાઈ છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી મેચમાં અનેક રેકોર્ડો પણ થયા હતા. આ ઉપરાંત વિન્ડિઝની ટીમ સૌથી ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઈ હતી.