ચોરી કરેલા ૪ મોબાઈલ સાથે ૩ ઈસમોને ઝડપી લેતી એલસીબી

843
bvn20122017-7.jpg

ભાવનગર,એલ.સી.બી.ની મહુવા ડીવીજન ટીમ મહુવા ટાઉન વિસ્તાારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન મહુવાના કુબેરબાગ પાસેથી રવજીભાઇ ભુતભાઇ બારૈયા/કોળી, ભગતભાઇ જેન્તીભાઇ ગોહીલ તથા ભગવાનભાઇ ભીમાભાઇ ગોહીલ રહે.ત્રણેય  અગતરીયા ગામ તા-મહુવા જી.ભાવનગર વાળા પાસેથી સેમસંગ કંપનીનાં મોબાઇલ નંગ-૪  મળી આવેલ.જે મોબાઇલ અંગે આધાર-બિલ માંગતાં ન હોવાનું જણાવેલ.જે મોબાઇલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે  મોબાઇલ નંગ-૪ની કિ.રૂ.૪૮,૩૪૦/- ગણી શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ પકડાયેલ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં તેઓએ આજથી દોઢેક માસ પહેલા મહુવા એસ.ટી.સ્ટેન્ડ સામે આવેલ સ્ટાર મોબાઇલની દુકાનમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ તે  બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મહુવા પો.સ્ટે.માં ગુન્હો રજી. થયેલ છે. જેથી મજકુર ત્રણેયને મહુવા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં શિવરાજસિંહ સરવૈયા, મહિપાલસિંહ ગોહિલ તરૂણભાઇ નાંદવા તથા ધર્મેદ્રસિંહ સરવૈયા અને ડ્રા પો.કોન્સ ધર્મેદ્રસિંહ સરવૈયા જોડાયા હતાં.

Previous articleશિશુવિહારમાં વિદ્યાર્થીઓ માટે હસ્ત ઉદ્યોગ કાર્યશાળા યોજાઈ
Next articleનારી ગામ પાસેથી દારૂ-બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો