સેકટર – ૧પ નો બુટલેગર પાસા હેઠળ ધકેલાયો

626

ગાંધીનગરના સેક્ટર-૧૫ ફતેપુરામાં રહેતો બુલટેલગરને પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. ગાંધીનગર એલસીબીએ ફતેપુરા ખાતે રહેતાં મહેશ રમેશજી વાઘેલા વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. જેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે તેના વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતનો હુકમ ઈશ્યૂ કર્યો હતો. જેને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને ઝડપી લેવા સક્રિય થઈ હતી ત્યારે હેડકોન્સ્ટેબલ રણજીતસિંહને મળેલી બાતમીના આધારે તેને ઝડલી લેવાયો હતો. એલસીબીએ મહેશ વાઘેલાની પાસ હેઠળ અટકાયત કરીને તેને પોલીસ જાપ્તા હેઠળ સુરત લાજપોર જેલ મોકલી આપ્યો હતો.

Previous articleદિવ્યાંગો સરકારની નીતિઓ સામે સો કલાકનું ઉપવાસ આંદોલન કરશે
Next articleગાંધીનગર જિલ્લા-શહેર કોંગ્રેસ દ્વારા મહિલા દિને સંમેલન