‘આંતરરાષ્ટ્રીય મહિલા’ દિનના ભાગરૂપે શુક્રવારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે મહિલા સંમેલન મળ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ માયાબેન દવેના અધ્યક્ષસ્થાને મળેલા સંમેલનમાં મંગુબેન ચૌધરી, કામિનીબા રાઠોડ, સોનલબા ચાવડા, મંદાકિનીબેન પટેલ, વંદનાબેન પટેલ, લલિબેન ઠાકોર સહિત મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.