પાટનગરનાં ૨૮ હજાર બાળકોને પોલિયો વિરોધી ટીપા પીવડાવાશે

620

૧૦મી માર્ચે દેશભરની સાથે ગાંધીનગર મનપા વિસ્તારમાં પણ ૫ વર્ષથી નાના બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીંપા પીવડાવવા માટે સઘન ઝુંબેશનું આયોજન મહાપાલિકા કર્યું છે. તેમાં શહેરમાં ૧૦૬ બુથ અને ૭ ટ્રાન્ઝીટ પોઇન્ટ પર અને ૫ મોબાઇલ વાન દોડાવીને ૨૮, ૧૬૭ બાળકોને આવરી લેવાશે. મેડિકલ ઓફીસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે પોલિયો નાબુદ કરવા ૧૯૯૫થી આ કાર્યક્રમ અમલી છે.

સતત ઝુંબેશથી છેલ્લા ૮ વર્ષથી ભારતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી શહેરમાં ૧૦૬ બુથ અને ૭ ટ્રાન્ઝીટ પોઇન્ટ પર અને ૫ મોબાઇલ વાન દોડાવીને ૨૮, ૧૬૭ બાળકોને આવરી લેવાશે. મેડિકલ ઓફીસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે પોલિયો નાબુદ કરવા ૧૯૯૫થી આ કાર્યક્રમ અમલી છે. તેમાં ૫ વર્ષથી નાના બાળકોને પોલિયો વિરોધી રસીનાં બે ટીંપા પીવડાવાય છે અને ગરીબ કે તવંગર કોઇપણ બાળક બાકાત રહી ન જાય તે બાબત જોવાય છે.

તમામ બાળકોને આવરી લેવા નસ’ગ કોલેજની બહેનો, આંગણવાડી કાર્યકર્તાઓ, આરોગ્ય કાર્યકર અને આઇઆઇ ટીના વિદ્યાર્થીઓ સહિત સ્વૈચ્છિક જોડાયેલા સહિત ૫૦૦ લોકોને જોડવામાં આવશે.

નોંધવું રહેશે કે સતત ઝુંબેશના કારણે છેલ્લા ૮ વર્ષથી ભારતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. ઉપરાંત ભારતને પોલિયો મુક્તિનું પ્રમાણપત્ર પણ વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી આપી દેવાયું છે. જેમાં સેક્ટર-૧માં ગાયત્રી મંદિર અને સમદર્શન આશ્રમ, સેક્ટર-૨માં સરકારી દવાખાનું, ડૉ. રાજેશ પટેલનું દવાખાનું, શીવ મંદિર, શિવમ વિદ્યાલય, સેક્ટર-૩માં સુવિધા કચેરી, સપ્તપદી મંદિર, અંબાજી મંદિર, સરકારી દવાખાનું, સેક્ટર-૪માં ગોગા મંદિર, શિવ મંદિર, શનિ મંદિર, સરકારી દવાખાનું, સેક્ટર-પમાં સરકારી દવાખાનું, પ્રેરણા સ્કૂલ, મહાકાળી મંદિર, સેક્ટર-૬માં પ્રાથમિક શાળા, સરસ્વતી સ્કૂલ, ભુવનેશ્વર મહાદેવ, સેક્ટર-૭માં પટેલ વાડી, પ્રાથમિક શાળા, શિવ મંદિર, સંજીવની હોસ્પિટલ, સેક્ટર-૮માં પ્રાથમિક શાળા, સરકારી દવાખાનું, સેક્ટર-૯માં સુવિધા કચેરી, સેક્ટ-૧૨માં પોલીસ ચોકીએ ટીપા અપાશે.

વિસ્થાપિત છાપરા, આંગણવાડી,ગોકુળપુરા આંગણવાડી, સેક્ટર-૧૪માં બ્લોક નંબર પ૮/૨, ગુ હા ર્બોડમાં દિવ્યા બ્યુટી પાર્લર, સેક્ટર-૧પમાં ફતેપુરા પ્રાથમિક શાળા, સેક્ટર-૧૬માં સોમનાથ મહાદેવ, પ્રાથમિક શાળા, સેક્ટર-૧૭માં પ્રાથમિક શાળા, સેક્ટર-૧૯માં સુવિધા કચેરી, સેક્ટર-૨૦માં સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા, સેક્ટર-૨૧માં સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા, પંચશીલ પાર્કમાં શાંતિ પેલેસ ફ્‌લેટ-૬૪૪, સેક્ટર-૨૨માં સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા ઉપરાંત અન્ય ૪૦ સ્થળે ટીપા અપાશે.

Previous articleનર્મદા ડેમમાં પર્યાપ્ત પાણી છોડવા મધ્યપ્રદેશની ખાતરી
Next articleઅમદાવાદમાં એક વિસ્તારમાં મૂકાયાં હવા શુદ્ધ કરતાં ૬ મશીન્સ