વરતેજ તાબેના નારી ગામ નજીક એસઓજી ટીમે પૂર્વ બાતમી રાહે વોચમાં રહી ત્યાંથી પસાર થઈ રહેલી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલી કાર સાથે માલધારીમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા હરેશભાઇ ઉલવાને મળેલ બાતમી હકિકત આધારે ભાવનગર-અમદાવાદ હાઇવે, નારી ગામ મઢુલી પાસે વોચમાં રહી કરશનભાઇ ઉર્ફ ભાણો લક્ષ્મણભાઇ સાટીયા/ભરવાડ ઉ.વ. ૩૨ રહે. પ્લોટ ન;-૨૫, માલધારી સોસાયટી, ઠાકર દ્રારા પાસે ભાવનગર વાળાને એસેન્ટ કાર રજી. નંબર જીજે૪ એએક્સ ૨૨૪૦માં આગળના બોનેટમાં વાયપર નીચેથી તથા પાછળની સીટની નીચેથી તથા પાછળના બમ્પરમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો જેમાં મોટી બોટલ નંગ- ૨૪, નાની બોટલ નંગ-૪૫, બીયર નંગ-૮ કિ.રૂ. ૨૯,૯૦૦/- તથા કાર સહિત કુલ કિ.રૂ. ૮૯,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. પોલીસે આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ.
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. ગીરજાશંકર જાની, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા, હરેશભાઇ ઉલ્વા, નીતીનભાઇ ખટાણા, બાવકુદાન ગઢવી, લગ્ધીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, યોગીનકુમાર ધાંધલ્યા જોડાયા હતા.